🔥 ट्रेंडिंग મહિન્દ્રા સ્કોર્પીયો ગાડીમાંથી ₹૪૧.૮૧... उन्नाव: जंगली जानवर से टकराई बाइक, खंत... શિહોરીમાં અનાજ ગોડાઉન પાસે નંદી મહારાજ... ਜੰਤਰ ਮੰਤਰ 'ਤੇ ਧਰਨਿਆਂ 'ਤੇ ਲੱਗੀ ਰੋਕ: ਦਿੱ... શામળાજી પોલીસ સ્ટેશનના ૬ વર્ષથી ફરાર N... बरौलिया पुल से युवक ने छलांग लगाई, SDR...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આમોદ નજીક વાડિયા ગામમાં ૧૫ ફૂટનો મગર દેખાતાં વન વિભાગે પકડ્યો
स्थानीय

આમોદ નજીક વાડિયા ગામમાં ૧૫ ફૂટનો મગર દેખાતાં વન વિભાગે પકડ્યો

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 12 अक्टू. 2026, 12:40 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમોદના પૂરસા અને પશુ દવાખાના રોડ બાદ હવે વાડિયા ગામના માર્ગ પર વિશાળ મગર દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ ૧૫ ફૂટના મગરને સફળતાપૂર્વક પાંજરે પૂર્યો હતો.

આમોદ તાલુકાના વાડિયા ગામના માર્ગ પર વિશાળ મગર દેખાતાં લોકોમાં ભય ફેલાયો હતો. આ ઘટના બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકોની મદદથી અને ભારે જહેમત બાદ વન વિભાગના કર્મચારીઓએ ૧૫ ફૂટ જેટલા લાંબા મગરને સુરક્ષિત રીતે પાંજરે પૂર્યો હતો.

આમોદ તાલુકામાં જાહેર માર્ગો પર વારંવાર મહાકાય મગરો દેખાવાની ઘટનાઓએ સ્થાનિક લોકોની ચિંતામાં વધારો કર્યો છે. થોડા દિવસ અગાઉ પૂરસા ગામ તરફ જવાના માર્ગ પર મગર દેખાયો હતો, ત્યારબાદ આમોદના પશુ દવાખાના રોડ પર પણ મગર નજરે પડ્યો હતો. હવે આમોદ નજીક આવેલા વાડિયા ગામના માર્ગ પર આશરે 15 ફૂટ લાંબો વિશાળ મગર દેખાતાં લોકોમાં ભારે ફફડાટ સાથે કુતૂહલ ફેલાયું હતું.

વાડિયા ગામના માર્ગ પર દેખાયેલા આ વિશાળ મગરને જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. જાહેર માર્ગ પર આટલા મોટા મગરની હાજરીને પગલે લોકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મગરને પાંજરે પૂરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ, મગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં ભીડને નિયંત્રિત કરવા આમોદ પોલીસની ટીમે પણ સ્થળ પર પહોંચવું પડ્યું હતું. સૌથી મોટો સવાલ એ છે કે આમોદ તાલુકામાં વારંવાર મગરો જાહેર માર્ગો સુધી કેવી રીતે પહોંચી રહ્યા છે? પૂરસા, પશુ દવાખાના રોડ અને હવે વાડિયા ગામની ઘટનાઓને પગલે આસપાસના નદી-નાળા, જળાશયો અને મગરોના કુદરતી રહેઠાણોની સ્થિતિ અંગે તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.


અત્રે નોંધનીય છે કે, શું વરસાદી પાણી અને જળસ્તરમાં ફેરફારને કારણે મગરો રહેણાક વિસ્તારો કે માર્ગો તરફ આવી રહ્યા છે? આ અંગે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે. મગરને જોવા માટે એકઠી થતી ભીડ પણ જોખમ વધારી શકે છે. મગર નજીક જવું, તેની સાથે સેલ્ફી લેવી કે તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી વન વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવાની સાથે સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી તકેદારીનાં પગલાં લેવાં જોઈએ. હવે સવાલ માત્ર મગરને પાંજરે પૂરવાનો નથી, પરંતુ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આમોદ તાલુકામાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા વન વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની તપાસ, જનજાગૃતિ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક સ્તરે માગ ઊઠે તે સ્વાભાવિક છે. સમયસર તકેદારી રાખવામાં આવે તો જ કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જોખમ ઘટાડી શકાય.
📲Get App