🔥 ट्रेंडिंग पारसनाथ पहाड़ी पर पर्यटकों का अनुभव Bihar ke Gaya jila Chandpura ka school... जन अभियान परिषद ने छात्रों को विकासखंड... ભાવનગરમાં મહિલા ભાજપ કાર્યકરોએ "હાય રે... रामलीला के दूसरे दिन राम जन्म व भजन जै... समस्तीपुर: नाबालिग से बदसलूकी के आरोपि...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતમાં આઈસ્ક્રીમ ખાવા ગયેલી મહિલા પર હુમલો, સારવાર દરમિયાન મોત

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 अक्टू. 2026, 09:54 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરના કઠોર ગામમાં માતા સાથે આઈસ્ક્રીમ ખાવા ગયેલી 37 વર્ષીય અપરિણીત મહિલા પર અન્ય મહિલા અને તેની બે પુત્રીઓએ હુમલો કર્યો હતો. જમીન પર પટકાતાં બેભાન થયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સુરત શહેરના છેવાડે આવેલા કઠોર ગામમાં માતા સાથે આઈસ્ક્રીમ ખાવા નીકળેલી 37 વર્ષીય અપરિણીત મહિલા પર અન્ય મહિલા અને તેની બે પુત્રીઓએ હુમલો કરી માર માર્યો હતો. જમાઈ સાથે વાતચીત કરવાની અદાવતમાં થયેલી ધક્કામુક્કી દરમિયાન મહિલા જમીન પર પટકાતાં બેભાન થઈ ગઈ હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતા જોતાં ઉત્રાણ પોલીસે સ્મીમેર હોસ્પિટલમાં ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

મૂળ કામરેજના હલધરુ ગામના વતની અને હાલ કઠોર ગામ સ્થિત પટેલ ટેકરા ખાતે રહેતી 37 વર્ષીય રૂકૈયાબીબી ઈલ્યાસમિયા શેખ છૂટક મજૂરી કરી માતાનું ભરણપોષણ કરતી હતી. સાંજના સમયે તે માતા સાથે કઠોર રેફરલ હોસ્પિટલની સામે અને ગલિયારા સ્કૂલ નજીક રોડ પર આઈસ્ક્રીમ ખાવા ગઈ હતી.

તે દરમિયાન ગુલીસ્તાન નગર ખાતે રહેતી સબાના તથા તેની બે પુત્રીઓ તરન્નુમ અને તબસ્સુમ રિક્ષામાં ત્યાં ધસી આવી હતી. કોઈપણ વાતચીત કર્યા વગર બંને પુત્રીઓએ રૂકૈયાબીબીના ગાલ પર ઉપરાઉપરી ઝાપટો મારવાનું શરૂ કર્યું હતું. આ ધક્કામુક્કી દરમિયાન રૂકૈયાબીબી જમીન પર પટકાયા હતા અને બેભાન થઈ ગયા હતા.
📲Get App