Crime
મહેસાણામાં ગેરકાયદેસર હથિયારો સાથે બે કિશોરો ઝડપાયા,સપ્લાયર સામે ગુનો નોંધાયો..
મહેસાણા LCB પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ગેરકાયદેસર હાથ બનાવટની પિસ્તોલ, જીવતા કારતુસ અને મેગેઝીન સાથે બે કિશોરોને ઝડપી પાડ્યા છે. પિસ્તોલ સપ્લાય કરનાર શખ્સ વિરુદ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે..
મહેસાણામાં-:
કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે LCB પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ગુનેગારો પર વોચ રાખવામાં આવી રહી હતી.આ દરમિયાન LCB ટીમને બાતમી મળી હતી કે મહેસાણા શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરા ટાવર અંબાજી મંદિર પાસે,બે કિશોરો શંકાસ્પદ રીતે હથિયાર સાથે ઉભા છે.બાતમીના આધારે LCB પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો મળી આવ્યા હતા.તેમની પાસેથી તપાસ દરમિયાન એક ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ, ત્રણ જીવતા કારતુસ, એક મેગેઝીન અને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા ૩૫,૩૦૦/- આંકવામાં આવી છે..
પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ હથિયાર તોફિકખાન ઉર્ફે મોયડી નુરમહંમદખાન પઠાણ નામના શખ્સે આ કિશોરોને સપ્લાય કર્યું હતું. જોકે, આ સપ્લાયર પોલીસ તપાસ દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. જેથી, પોલીસે બંને કિશોરો વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને ગુજકોક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહેસાણા LCB પોલીસે પિસ્તોલ સપ્લાય કરનાર તોફિકખાન પઠાણ વિરુદ્ધ પણ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ સમગ્ર કાર્યવાહીમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ. કામળીયા, PSI બી.વી.વાઘેલા,હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર કાનજીભાઇ,હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ પ્રહલાદજી,પોલીસ કોન્સ્ટેબલ મેહુલકુમાર રણછોડજી,પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર જેઠાભાઇ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર અમુતભાઇ,પોલીસ કોન્સ્ટેબલ આશીકકુમાર માધવલાલ.