धर्म
હિંમતનગર નગરપાલિકા ખાતે નવરાત્રી નિમિત્તે મા જગદંબાની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના..
હિંમતનગર નગરપાલિકા દ્વારા નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે મા જગદંબાની વિધિવત્ પૂજા-અર્ચના કરી સૌના કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી..
સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.હિંમતનગર નગરપાલિકા ખાતે આદ્યશક્તિ મા અંબાની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી.આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત સૌએ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ પ્રસંગે એવી પ્રાર્થના કરવામાં આવી હતી કે આદ્યશક્તિ મા અંબા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિ અર્પે..
આ ઉપરાંત હિંમતનગર શહેરની સતત પ્રગતિ,તેના નાગરિકોની સુખાકારી અને લોકકલ્યાણ માટે સૌને શક્તિ અને પ્રેરણા મળે તેવી હૃદયપૂર્વક કામના કરવામાં આવી હતી.નવરાત્રીનો પવિત્ર તહેવાર ધાર્મિક મહત્વ ધરાવે છે અને આ સમય દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.હિંમતનગર નગરપાલિકા દ્વારા આયોજિત આ પૂજા-અર્ચના કાર્યક્રમ શહેરવાસીઓમાં ધાર્મિક ઉત્સાહ અને એકતાની ભાવના જગાવવામાં મદદરૂપ થયો.