🔥 TRENDING श्री दुर्गा पूजा समिति पटवाटोली ने संध... Passenger Stabbed Over Door Dispute in... Farmer Murdered with Head Blow, Body F... Shopkeeper Assaulted in Sanchore Over... बंघारा चौक पर सड़क दुर्घटना में एक की... બાલાસિનોરમાં શ્રીનાથજી સોસાયટીમાં પરંપ...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટના કર્મચારીઓ આંદોલનના માર્ગે

ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટના કર્મચારીઓ આંદોલનના માર્ગે

✍️ Reporter: Arvindsinh Svarupsinh Chauhan 🗓 12 Oct 2026, 10:00 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટના કર્મચારીઓ આંદોલનના માર્ગે આજરોજ તારીખ બાર ઓક્ટોબર બે હજાર છબ્બીસને સોમવારના રોજ ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટના કર્મચારીઓના પડતર પ્રશ્નો તેમજ ફરજ દરમ્યાન થતી મુશ્કેલીઓ સંદર્ભના પ્રશ્નોના નિરાકરણ માટે પંચમહાલ જીલ્લાના સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ દ્વારા માનનીય જીલ્લા રજીસ્ટ્રાર વ કલેક્ટર સાહેબશ્રી પંચમહાલ-ગોધરાને આંદોલનાત્મક કાર્યક્રમો બાબતનું આવેદન આપવામાં આવ્યુ

ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટના કર્મચા
રીઓ આંદોલનના માર્ગે
આજરોજ તારીખ બાર ઓક્ટોબર બે હજાર છબ્બીસને સોમવારના રોજ ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટના કર્મચારીઓના પડતર પ્રશ્નો તેમજ ફરજ દરમ્યાન થતી મુશ્કેલીઓ સંદર્ભના પ્રશ્નોના નિરાકરણ માટે પંચમહાલ જીલ્લાના સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ દ્વારા માનનીય જીલ્લા રજીસ્ટ્રાર વ કલેક્ટર સાહેબશ્રી પંચમહાલ-ગોધરાને આંદોલનાત્મક કાર્યક્રમો બાબતનું આવેદન આપવામાં આવ્યુ જે કાર્યક્રમોની રૂપરેખા જોતા તારીખ 12/10/2006 ને સોમવારના નારોજ જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપવુ તથા તારીખ 15/10/2026 ને ગુરૂવારના રોજ કચેરી કામગીરી દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવો તથા તારીખ 17/10/2026 ને શનિવારના રોજ સવારના 11 કલાકે કચેરી કામગીરી સંબંધિત તમામ વોટ્સએપ ગૃપમાંથી લેફ્ટ થઇ વિરોધ નોંધાવવો તથા તારીખ 22/10/2026 ને ગુરૂવારના રોજ તમામ કર્મચારીઓ દ્વારા માસ સીએલ રાખવી તથા કર્મરારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો તારીખ 2/11/2026 ને સોમવારથી અનિશ્વિત મુદતની હળતાળ કરવાની આવેદનથી જાહેરાત કરવામાં આવી.
ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટના પડતર પ્રશ્નો માં
1. ઓડીટ ફકરા અન્વયે કર્ચારીઓને નોટીસ અને ચાર્જશીટ આપવાનું બંધ કરવું
2.ટાઇટલને લગતા પરિપત્રો રદ કરવા
3.ગરવી 2.0 પોર્ટલ માં સુધારા કરવા
4.ખાસ લગ્ન અધિનિયમની સત્તાઓ અન્ય વિભાગને સોંપવી
5.સબ રજીસ્ટ્રાર દ્વારા ફરજના ભાગ રૂપે કરેલ કામગીરી માટો મહેસુલ વિભાગના ઠરાવ વગર સીધી FIR કરવાની પ્રકિયા બંધ કરવા સ્પષ્ટ સુચના
6.સબ રજીસ્ટ્રાર ગ્રેડ-1 અને ગ્રેડ-2 કેડરને મર્જ કરવું
7.બદલીની અરજીઓને ન્યાય આપવો
8.બીનજરૂરી રજીસ્ટરો રદ કરવા
9. આધારકાર્ડને લગતો પરિપત્ર રદ કરવો
10.દસ્તાવેજ નોંધણી એપોઇન્ટમેન્ટ ટોકન સ્લોટમાં ધટાડો કરવો
11.નનામી અરજીઓ અને વળતર રજાની અમલવારી વહીવટી વિભાગના ઠરાવ મુજબ કરવી
12.SFT રીટર્ન ખર્ચના બીલો મંજુર કરવા
13.કાયદાકીય ગુંચવણો-અર્થધટનના પ્રશ્નોમાં વડી કચેરી દ્વારા નરોવા કુંજરોવા ને બદલે સ્પષ્ટ માર્ગદર્શન આપવું જેવા પડતર પ્રશ્નોની નોંણણી વિભાગના કર્મચારીઓ દ્વારા માંગણી કરવામાં આવેલ છે.
રીપોર્ટીંગ બાય NEED24 NEWS અરવિંદસિંહ સ્વરૂપસિંહ ચૌહાણ
📲Get App