🔥 ट्रेंडिंग तेजस्वी यादव ने मुख्य चुनाव आयुक्त ज्ञ... मध्यप्रदेश वन विभाग ने चीतों की पोस्ट‑... जीएसटी अधीक्षक राजेश कुमार गुप्ता पर र... Massive Protest Demanding Re-inclusion... સાંતલપુર 66 કેવી સબસ્ટેશનમાં કર્મચારીઓ... जंतर-मंतर पर विरोध प्रदर्शन: अपनी मांग...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

હિંમતનગર: મણિપુર સાંસદ પર યૌન શોષણના આરોપો મુદ્દે ભાજપ મહિલા મોરચાનો કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ

✍️ रिपोर्टर: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 12 अक्टू. 2026, 05:34 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના મોતીપુરા સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા મણિપુરના કોંગ્રેસ સાંસદ અંગોમ બીમોલ પર થયેલા યૌન શોષણના ગંભીર આરોપોને પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

હિંમતનગરના મોતીપુરા ખાતે આવેલા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે આજે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ વિરોધ પ્રદર્શન મણિપુરના કોંગ્રેસ સાંસદ અને JNUના પૂર્વ પ્રોફેસર અંગોમ બીમોલ પર લાગેલા યૌન શોષણના ગંભીર આરોપોના સંદર્ભમાં કરવામાં આવ્યું હતું.

ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ હાઈકમાન્ડ સામે આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે JNUની તપાસ સમિતિ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ પણ કોંગ્રેસ દ્વારા અંગોમ બીમોલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મળતી માહિતી મુજબ, JNU તપાસ સમિતિએ પ્રોફેસર અંગોમ બીમોલને યૌન શોષણના આરોપોમાં દોષિત ઠેરવ્યા બાદ તેમનું રાજીનામું લેવાઈ ચૂક્યું છે. તેમ છતાં, કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને સાંસદ પદેથી દૂર કરવા કે પક્ષમાંથી હાંકી કાઢવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી.

ભાજપે આક્ષેપ કર્યો હતો કે, એક તરફ કોંગ્રેસ પક્ષ મહિલા સશક્તિકરણની મોટી વાતો કરે છે, પરંતુ બીજી તરફ યૌન શોષણના આરોપી સાંસદને પક્ષમાં જાળવી રાખીને પોતાની બેવડી નીતિ સ્પષ્ટપણે છતી કરી રહી છે. આ મુદ્દે કોંગ્રેસ કાર્યાલય સામે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું.
📲Get App