🔥 TRENDING 🚨 BIG BREAKING NEWS | ନୀଳଗିରି କୁଲଡିହା... ग्राम पंचायत रेंहट में 'सेवा मेरा योगद... जिलाधिकारी ने जनता दर्शन में सुनीं जनस... Manipur Chief Minister Urges Calm as C... Nine killed in fresh Manipur clashes,... BJP’s Meghalaya push: In‑charge Kanad...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવરાત્રી અને દશેરા નિમિત્તે રાજપીપળાથી બહુચરાજી માટે વિશેષ બસ સેવા શરૂ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 11 Oct 2026, 01:48 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન ભક્તોને બહુચરાજી માતાજીનાં દર્શન માટે મુસાફરીમાં સરળતા રહે તે હેતુથી GSRTC ભરૂચ વિભાગ દ્વારા રાજપીપળાથી બહુચરાજી સુધી વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે.
રાજપીપળા બસ સ્ટેશન ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા અને નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ લીલીઝંડી બતાવી બસને પ્રસ્થાન કરાવ્યું હતું.
ભરૂચ વિભાગના યાંત્રિક ઇજનેર જી.કે. પટેલના જણાવ્યા અનુસાર, આ બસ રાજપીપળાથી બપોરે 12 વાગ્યે ઉપડશે અને અમદાવાદ, ડભોઈ, વડોદરા, રાણીપ, છત્રાલ તથા કડી સહિતનાં સ્થળો થઈને બહુચરાજી પહોંચશે. આ વિશેષ બસ સેવા માત્ર નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન જ કાર્યરત રહેશે.
આ બસ સેવા શરૂ થવાથી નર્મદા જિલ્લાના ભક્તોને બહુચરાજી માતાજીનાં દર્શન માટે અવરજવર કરવામાં સુવિધા મળશે. યાત્રાળુઓ આ વિશેષ બસ સેવાનો લાભ લઈ ધાર્મિક યાત્રા સરળતાથી કરી શકશે.
આ પ્રસંગે રાજપીપળા નગરપાલિકાનાં પ્રમુખ શિવાનીબેન મહેતા, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં ઇન્ચાર્જ નિયામક પિનાકીની ભગોરા સહિત એસટી ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
📲Get App