🔥 ट्रेंडिंग चंडीगढ़ में Digad Breakers और Chandiga... अरुणाचल प्रदेश ने पाँच नए जलविद्युत पर... தமிழக வெற்றி கழகத்தில் பாமக இணைந்தால்... આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા દ્વાર... जम्मू में अक्टूबर की सबसे अधिक बारिश क... जम्मू-कश्मीर के एलजी ने कहा, क्षेत्र ब...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

આંકલાવ: મોટી સંખ્યાડ ગામે 'મેગા મેડિકલ-લીગલ કેમ્પ'નું સફળ આયોજન

✍️ रिपोर्टर: govindbhai padhiyar 🗓 11 अक्टू. 2026, 10:52 PM 👁 16
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ગામ ખાતે રાજકીય અને સામાજિક આગેવાન નગીનભાઈ સોલંકીની પ્રેરણાથી આયોજિત મેગા મેડિકલ અને લીગલ ગાઈડન્સ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો.

આંકલાવ તાલુકાના કાંઠા વિસ્તારના અગ્રણી રાજકીય અને સામાજિક આગેવાન નગીનભાઈ સોલંકીની પ્રેરણાદાયી સેવાકીય પહેલ અંતર્ગત આજે આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ગામની ભાગોળ ખાતે 'મેગા મેડિકલ અને લીગલ ગાઈડન્સ કેમ્પ'નું ભવ્ય સફળ આયોજન સંપન્ન થયું છે.

આજે સવારે ૧૧ થી ૧ વાગ્યા દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યાડ ગામ સહિત આસપાસના ગામોમાંથી વિશાળ સંખ્યામાં મહિલાઓ, બાળકો, વડીલો અને ખેડૂતોએ લાભ લીધો હતો.

આ સેવાકીય કાર્યક્રમ દ્વારા સ્થાનિક નાગરિકોને આરોગ્ય અને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવાનો ઉમદા હેતુ સિદ્ધ થયો.
📲Get App