🔥 TRENDING Missing Begusarai woman found in Manes... नवरात्र उत्सवाच्या पहिला दिवस जल्लोषात... Grand Garhkalika Lok to Rise in Ujjain... Breakingnews: इंदौर के एडम्स एले रे... Pilgrims Ascend 365 Steps to View Arbu... एस पी ने सुगौली थाना का किया औचक निरीक...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત ગ્રામ્ય: કામરેજ પાસેથી ૨૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, એક ઈસમની ધરપકડ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 11 Oct 2026, 09:12 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ હાઇવે પરથી ૨૦ લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત ગ્રામ્ય LCB ની ટીમે કામરેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઈ રહેલા એક વાહનની તપાસ દરમિયાન પોલીસે ૨૦ લાખ રૂપિયાથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ રેડ દરમિયાન પોલીસે ચાંદઅલી ઉર્ફે ચાંદબાબુ શેખ નામના ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે આ દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગેની માહિતી મેળવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રેડ દરમિયાન વસીમ બસીર શેખ, સચીન ઠાકરે અને તેનો એક સાગરીત પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ ત્રણેય ઈસમોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તેમની શોધખોળ શરૂ કરી છે.
📲Get App