🔥 TRENDING Mumbai civic body partners with Sukoon... Malegaon hits 38.4°C, highest temperat... Maharashtra batsman Ankit Bawne, 19 ye... দেবীপক্ষের শুভ লগ্নে মধ্যমগ্রামের ২৩ ন... અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમ... ખાંભાના ખેતરમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સુરતના અંબિકા નિકેતન મંદિરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા માતાજીના દર્શન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Oct 2026, 11:08 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રીના પ્રથમ દિવસે સુરતના અંબિકા નિકેતન મંદિરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી..

સુરતમાં નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થયો છે.આ અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરના પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા.નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપનાના શુભ મુહૂર્તમાં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી..

આ પ્રસંગે તેમણે રાજ્યની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિએ મંદિર પરિસરમાં ભક્તોમાં ઉત્સાહ જગાવ્યો હતો.અંબિકા નિકેતન મંદિર નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહે છે.અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે.આ વર્ષે પણ મંદિર પરિસરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.
📲Get App