🔥 TRENDING नरपतगंज में एसटीएफ टीम पर हमला, तस्कर... दिल्ली से चेन्नई जा रही IndiGo फ्लाइट... करौली में अग्रवाल समाज ने मनाई अग्रसेन... స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే... दिल्ली में ज्ञानेश कुमार के खिलाफ प्रद... Pohaddi bela maa subh kalash shobhayat...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશની સમીક્ષા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Oct 2026, 07:10 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ અંતર્ગત વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી અને કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું..

સાબરકાંઠામાં-:
ચૂંટણી અધિકારી દ્વારા આજરોજ મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન, અધિકારીએ મતદાર યાદી સુધારણાની કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી..

અધિકારીએ મતદાન મથકો પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું. મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા અને સુધારા-વધારા સંબંધિત પ્રક્રિયાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને વધુ સચોટ અને અદ્યતન બનાવવાનો છે,જેથી આગામી ચૂંટણી પ્રક્રિયા સરળ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થઈ શકે. અધિકારીએ તમામ અધિકારીઓને આ કાર્યમાં ગંભીરતા દાખવવા અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો.
📲Get App