🔥 ट्रेंडिंग बड़ी खबर: SSB जवान सोनू कुमार की मौत प... ਪੱਤਰਕਾਰ ਰਮੇਸ਼ ਲਾਲ ਨੂੰ ਪਿੰਡ ਪੰਡੋਰੀ (ਘੁਮਾ... सिरखिरिया में 2100 कलशों की भव्य यात्र... घाटी कोरोला में नवनिर्वाचित अध्यक्ष श्... पंचायती राज चुनाव: उम्मीदवार ने जनता स... ग्राम पंचायत में समस्याएँ: स्थानीय निव...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

ગણદેવીના સોનવાડી ગામે ભક્તિમય માહોલમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ

✍️ रिपोर्टर: Bhupatbhai Barot 🗓 11 अक्टू. 2026, 12:50 PM 👁 37
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણદેવી તાલુકાના સોનવાડી ગામના નાગદા ફળિયા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાર્વજનિક નવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આસો સુદ એકમના શુભ દિને માતાજીની સ્થાપના વિધિ સંપન્ન થઈ.

ગણદેવી તાલુકાના સોનવાડી ગામના નાગદા ફળિયા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધર્મપ્રેમી જનતાના સહકારથી સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે, આસો સુદ એકમના શુભ દિને સવારે ૯:૪૫ કલાકે માતાજીની સ્થાપના વિધિ સંપન્ન થઈ હતી.

આ પ્રસંગે શ્રી શૈલેષભાઈ વસંતભાઈ હળપતિ અને રેખાબેન શૈલેષભાઈ હળપતિ દ્વારા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. ગામના રહેવાસીઓએ પૂજા, આરતી અને પ્રસાદનો લાભ લીધો હતો. આ મહોત્સવમાં ગણદેવી તાલુકા ભાજપ પ્રદેશ મંત્રી શૈલેષભાઈ હળપતિ, માજી સરપંચ રમેશભાઈ અને ડેપ્યુટી સરપંચ કાજલબેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

આ નવરાત્રી મહોત્સવ ગામના લોકો માટે આસ્થા અને ઉત્સાહનો કેન્દ્ર બન્યો છે. આગામી દિવસોમાં પણ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં સૌ કોઈ ઉત્સાહભેર ભાગ લેશે તેવી અપેક્ષા છે.
📲Get App