🔥 ट्रेंडिंग આસો નવરાત્રી: લાલ દરવાજા સ્થિત ભદ્રકાળ... ചീഫ് ഇലക്ഷൻ കമ്മിഷണർ രാജിവെക്കണം: ഇലക്... રણછોડનગર પાસે સ્વચ્છતાના ધજાગરા: ચાઈની... नई काली लिप उत्पाद 'आपकी घृणा से मेल' ਮਸ਼ੀਨ ’ਚ ਚੁੰਨੀ ਫਸਣ ਨਾਲ ਮੁਟਿਆਰ ਦੀ ਮੌਤ PM मोदी ने ए$500 मिलियन ऑस्ट्रेलियंसुप...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દેડીયાપાડાની સામરપાડા શાળામાં નિપુણ ગુજરાત અંતર્ગત માતાઓની બેઠક અને વર્ગખંડ નિરીક્ષણ

દેડીયાપાડાની સામરપાડા શાળામાં નિપુણ ગુજરાત અંતર્ગત માતાઓની બેઠક અને વર્ગખંડ નિરીક્ષણ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 11 अक्टू. 2026, 08:35 AM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેડીયાપાડા તાલુકાની સામરપાડા પ્રાથમિક શાળામાં નિપુણ ગુજરાત મિશન અંતર્ગત વાલી માતાઓની બેઠક અને વર્ગખંડ નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના શૈક્ષણિક વિકાસમાં માતાઓની સહભાગિતા વધારવા અને પાયાની સાક્ષરતા તથા સંખ્યાજ્ઞાન (FLN) અંગે જાગૃતિ લાવવાનો હતો.
બેઠક દરમિયાન શિક્ષકો દ્વારા માતાઓને નિપુણ ગુજરાત મિશનના ઉદ્દેશ્યો અને બાળકોમાં પાયાની સાક્ષરતા તથા સંખ્યાજ્ઞાનના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકો ઘરે નિયમિત વાંચન, લેખન અને ગણનાનો અભ્યાસ કરે તે માટે માતાઓ કેવી રીતે સહયોગ આપી શકે તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમના ભાગરૂપે વાલી માતાઓએ શાળાના વર્ગખંડોની મુલાકાત લઈ બાળકોની અભ્યાસપ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન બાળકોની શીખવાની પદ્ધતિ, શિક્ષકોની અધ્યાપન પ્રક્રિયા, નોટબુકમાં કરવામાં આવતું કાર્ય અને બાળકોની શૈક્ષણિક પ્રગતિ અંગે માતાઓએ માહિતી મેળવી હતી.
શાળાના આચાર્યશ્રીએ વાલી માતાઓને બાળકોની નિયમિત શાળામાં હાજરી સુનિશ્ચિત કરવા તેમજ ઘરે દરરોજ ઓછામાં ઓછી 15 મિનિટ બાળકોને અભ્યાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલી માતાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દ્વારા શાળા અને વાલીઓ વચ્ચેનો સંવાદ મજબૂત બનાવવા તથા બાળકોના શૈક્ષણિક વિકાસમાં માતાઓની સક્રિય ભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
📲Get App