🔥 TRENDING कटिहार दुर्गा स्थान में उमड़ा श्रद्धा... ਭਾਰੀ ਬਾਰਿਸ਼ ਕਾਰਨ ਪਾਵਰ ਕਲੋਨੀ ਫੁੱਟਬਾਲ ਟੂ... ओगणा गाँव में पूर्बीया महिला मंडल द्वा... Cjp प्रोटेस्ट ब्रेकिंग न्यूज સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા... નેત્રંગ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામા...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠા: બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ અને બાળ સુરક્ષા વિભાગ વચ્ચે સંકલન મજબૂત કરાશે..
Crime

બનાસકાંઠા: બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ અને બાળ સુરક્ષા વિભાગ વચ્ચે સંકલન મજબૂત કરાશે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Oct 2026, 06:02 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ તથા બાળ સુરક્ષા વિભાગ વચ્ચે સંકલન વધુ મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો. આ પ્રસંગે દત્તક બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યું..

બનાસકાંઠામાં-:
પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ (SJPU) અંતર્ગત ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસર્સ (CWPO)ની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જુવેનાઈલ જસ્ટિસ (જે.જે.) એક્ટના અસરકારક અમલીકરણ સાથે કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો, મુશ્કેલીમાં મુકાયેલા બાળકોને તાત્કાલિક સહાય પૂરી પાડવાનો તથા બાળ સુરક્ષા સાથે સંકળાયેલા તમામ સંબંધિત વિભાગો વચ્ચે પરસ્પર સંકલન વધુ સુદ્રઢ બનાવવાનો હતો..

બેઠક દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, પોક્સો (POCSO) એક્ટ, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ તેમજ બાળ અધિકારો સંબંધિત વિવિધ કાયદાકીય જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાળકોને કટોકટીના સમયે ત્વરિત મદદ મળે, CWPO દ્વારા ક્ષેત્રિય સ્તરે સમયસર સહયોગ પ્રાપ્ત થાય અને બાળ સુરક્ષા સંબંધિત કેસોમાં કાયદા અનુસાર યોગ્ય કાર્યવાહી હાથ ધરાય તે બાબતે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ રજૂઆતોના આધારે પોલીસ અધિક્ષકશ્રીએ જરૂરી માર્ગદર્શન આપતાં બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ વિભાગ તરફથી પૂરતો સહયોગ તેમજ સંવેદનશીલ અભિગમ સાથે ત્વરિત કામગીરી કરવા તાકીદ કરી હતી..

આ બેઠકના વિશેષ ઉપક્રમે, શિશુ ગૃહમાંથી કાયદેસરની દત્તક પ્રક્રિયા પૂર્ણ થયેલા એક બાળકને પોલીસ અધિક્ષક સુંબેના વરદહસ્તે તેના દત્તક માતા-પિતાને વિધિવત રીતે સોંપવામાં આવ્યું હતું. બાળકને પોતાના પરિવારમાં આવકારતાં દત્તક માતા-પિતા અત્યંત ભાવુક અને હર્ષિત બન્યા હતા. આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રીએ બાળકને સુરક્ષિત, પ્રેમાળ અને સ્નેહપૂર્ણ પારિવારિક વાતાવરણ પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ પાઠવી પરિવારને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.આ બેઠકમાં જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકો,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી,જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી,બાળ કલ્યાણ સમિતિ (CWC)ના ચેરમેન તથા સભ્યો, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (JJB)ના સભ્યો, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમ તેમજ ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App