નવરાત્રિના પ્રથમ નોરતે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે વહેલી સવારથી ભક્તો ઉમટ્યા. મંગળા આરતી અને ‘જય ચામુંડા’ના જયઘોષથી પવિત્ર ડુંગર ગુંજી ઊઠ્યો.
यहाँ देखें:
▶️ YouTube
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે Navratriના પ્રથમ નોરતે ભક્તિ અને શ્રદ્ધાનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. જગતજનની મા ચામુંડાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. મંગળા આરતીના દિવ્ય દર્શન કરીને ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ‘જય ચામુંડા માતાજી'ના ગગનભેદી જયઘોષથી સમગ્ર ડુંગર ભક્તિમય બની ગયો હતો. નવરાત્રીના પ્રારંભ સાથે જ ચોટીલા ધામમાં આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.