🔥 ट्रेंडिंग રાજકોટ ના અલગ અલગ વિસ્તારમાં લાગ્યા લવ... સુરતમાં ખોડલધામ સમિતિ દ્વારા નવરાત્રી... नोएडा में भीषण आग, लाखों के माल का नुक... बाड़मेर: सरपंच के कार्यकाल पूर्ण होने... અમદાવાદ: અમરાઈવાડીમાં ઝઘડા બાદ યુવકનું... No
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગરમાં ટ્યુશન ક્લાસીસ દ્વારા 'ગરબા પણ થાય, ગરિમા પણ જળવાય' સંદેશ સાથે જગદંબા ગરબાનું આયોજન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 11 अक्टू. 2026, 10:10 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રી પૂર્વે હિંમતનગરના ટ્યુશન ક્લાસીસ દ્વારા આયોજિત જગદંબા ગરબા કાર્યક્રમમાં બાળકોને સુરક્ષા, શિસ્ત અને સંસ્કારોનું માર્ગદર્શન અપાયું. 'ગરબા પણ થાય અને ગરિમા પણ જળવાય'ના સંદેશ સાથે બાળકોને ભક્તિભાવ અને સુરક્ષા જાળવવા પ્રેરણા અપાઈ..

સાબરકાંઠાના-:
હિંમતનગર નવરાત્રી પર્વના આગમન પૂર્વે હિંમતનગરના ટ્યુશન ક્લાસીસ દ્વારા જગતજનની મા જગદંબાના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને મા જગદંબા પ્રત્યે ભક્તિભાવ જાગૃત કરવાનો હતો. કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભક્તિભાવ સાથે ગરબા કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન પારસભાઈ મહેતા દ્વારા બાળકોને આગામી નવરાત્રી દરમિયાન વિવિધ સ્થળોએ ગરબા રમવા જાય ત્યારે રાખવાની જરૂરી તકેદારીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વ્યક્તિગત સુરક્ષા, શિસ્ત અને સાવચેતીનું મહત્વ સમજાવતાં બાળકોને નવરાત્રીના પવિત્ર પર્વનો આનંદ સુરક્ષિત રીતે માણવા પ્રેરિત કર્યા હતા. 'ગરબા પણ થાય અને ગરિમા પણ જળવાય' તેવો સંદેશ બાળકોને આપવામાં આવ્યો હતો..

આ પ્રસંગે બાળકોને સમજાવવામાં આવ્યું કે નવરાત્રી માત્ર નૃત્ય અને ઉત્સવનો જ નહીં, પરંતુ સંસ્કાર, સંયમ, ભક્તિ અને સામાજિક જવાબદારીનો પણ પર્વ છે. ગરબા રમતી વખતે નિયમોનું પાલન કરવું, અજાણ્યા વ્યક્તિઓ પ્રત્યે સાવચેત રહેવું, ભીડમાં એકબીજાની કાળજી રાખવી અને કોઈ મુશ્કેલી ઊભી થાય તો તાત્કાલિક વડીલોનો સંપર્ક કરવો જેવી બાબતો અંગે બાળકોમાં જાગૃતિ કેળવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જે.ડી. પટેલ, કૌશલ્યાકુંવરબા, હિંમતનગર શહેર ભાજપ પ્રમુખ કુલદીપભાઈ પાઠક, નગરપાલિકા ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, કારોબારી ચેરમેન રાહુલભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ધવલભાઈ, મહામંત્રી રવીન્દ્રસિંહ, શહેર મહામંત્રી પરીક્ષિતભાઈ વખારિયા, શહેર મહામંત્રી પ્રકાશભાઈ વૈદ્ય, વોર્ડ નંબર 10ના સભ્યો કલ્પિતભાઈ દવે અને વર્ષાબેન મિસ્ત્રી, હિંમતનગર શહેર સંગઠનના પૂર્વ પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, હર્ષદભાઈ મિસ્ત્રી, સરપંચ હસમુખભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી જયેશભાઈ કવિ, ડીકૂલભાઈ, જાનકીબેન સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App