🔥 TRENDING Himesh Reshammiya wishes Amitabh Bachc... Eighth Judge Assigned in Gauri Lankesh... Karnataka braces for possible repeat o... Mysuru Dasara Begins Amid Drought, Cel... Tamil Nadu grants Rs 15 lakh each to G... Rahul Gandhi brands PM Modi ‘Mogambo M...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઈડરમાં રાણી તળાવના રૂ. ૪.૯૮ કરોડના કાયાકલ્પનું કામ ઝડપભેર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Oct 2026, 12:14 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં કેન્દ્ર સરકારની ‘અમૃત ૨.૦’ યોજના હેઠળ ઐતિહાસિક રાણી તળાવના રૂ. ૪.૯૮ કરોડના ખર્ચે કાયાકલ્પનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ તળાવને આકર્ષક પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે..

સાબરકાંઠાના-:
ઈડર શહેરમાં ઐતિહાસિક રાણી તળાવના કાયાકલ્પનું કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારની ‘અમૃત ૨.૦’ યોજના અંતર્ગત આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં કુલ રૂ. ૪.૯૮ કરોડનો ખર્ચ કરવામાં આવશે..

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાણી તળાવને એક આકર્ષક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો છે.તેના ભાગરૂપે તળાવ પરિસરને વધુ સુંદર અને સુવિધાયુક્ત બનાવવા માટે વિવિધ કાર્યો હાથ ધરાયા છે. આમાં શીલા ઉદ્યાન ગાર્ડન, વોકવે (ચાલવાનો રસ્તો) અને આધુનિક લાઇટિંગની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.આ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ રાણી તળાવ અને તેની આસપાસનો વિસ્તાર સ્થાનિકો તેમજ પ્રવાસીઓ માટે એક મનોહર સ્થળ બનશે. નવા વોકવે પર લોકો સહેલાઈથી ફરી શકશે,જ્યારે ગાર્ડન અને લાઇટિંગથી રાત્રિ દરમિયાન પણ પરિસર ઝળહળી ઉઠશે, જે તેની સુંદરતામાં વધારો કરશે.
📲Get App