🔥 ट्रेंडिंग रॉहित शर्मा रैनजी ट्रॉफी में वापसी पर... गोवा पुलिस ने अज़ाद मैदान में भारी तैन... मुख्य न्यायाधीश ने पनाजी में विरोध प्र... ईगल फोर्स और गोवा पुलिस ने गोवा में सं... कर्नाटक में दुर्गामाता दाऊद देवी की पर... अमित शाह ने नवरात्रि पर शुभकामनाएँ दीं...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગર બસ સ્ટેશન ખાતે ‘ગ્રામ હાટ’નું લોકાર્પણ,સખી મંડળોની બહેનોને મળશે ઉત્પાદનોના વેચાણ માટે બજાર..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 11 अक्टू. 2026, 05:45 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બસ સ્ટેશન ખાતે ‘ગ્રામ હાટ’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પહેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને તેમના ઉત્પાદનોના વેચાણ માટે એક કાયમી બજાર પૂરું પાડવામાં આવશે,જેનાથી તેમની આવકમાં વધારો થવાની આશા છે..

સાબરકાંઠાના:-
ઇડર અને હિંમતનગર બસ સ્ટેશન ખાતે ‘ગ્રામ હાટ’ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તથા તેમના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે યોગ્ય બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ પહેલ શરૂ કરવામાં આવી છે. હિંમતનગર મુખ્ય બસ સ્ટેન્ડ પર ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે ‘ગ્રામ હાટ’ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને સખી મંડળોની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી..

ગુજરાત સરકારની ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા રાજ્યના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને સ્વસહાય જૂથો એટલે કે સખી મંડળો સાથે જોડીને તેમના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે વિવિધ આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.આ જ દિશામાં મહિલાઓને સ્વરોજગારની વધુ તકો મળે અને તેમની ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળે તે માટે ‘ગ્રામ હાટ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સખી મંડળોની બહેનોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે સીધું અને કાયમી બજાર પૂરું પાડવાનો છે..

આ યોજના અંતર્ગત રાજ્યના 27 જિલ્લાઓમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)નાં બસ સ્ટેશનો ખાતે કુલ 136 ‘ગ્રામ હાટ’ની સ્થાપના કરવામાં આવી છે. આ ‘ગ્રામ હાટ’નો મુખ્ય ઉદ્દેશ સખી મંડળોની બહેનોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે સીધું અને કાયમી બજાર પૂરું પાડવાનો છે. આ માધ્યમથી સ્થાનિક ઉત્પાદનો, ગૃહઉદ્યોગો અને મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળશે. સાથે જ મહિલાઓની આવકમાં વધારો થશે અને તેઓ આર્થિક રીતે વધુ સક્ષમ બની શકશે..

યોજનાની વિશેષતા એ છે કે સખી મંડળોની તમામ મહિલાઓને સમાન તક મળી રહે તે માટે દર 15 દિવસે રોટેશનના આધારે ગ્રામ હાટની ફાળવણી કરવામાં આવશે.જેના કારણે વધુ મહિલાઓને પોતાનાં ઉત્પાદનોના વેચાણની તક મળશે.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,સાબરકાંઠા-હિંમતનગર દ્વારા હાથ ધરાયેલી આ પહેલ મહિલાઓના કૌશલ્યને યોગ્ય બજાર સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.બહેનોના હુનરને બજાર,ઉત્પાદનોને ઓળખ અને આજીવિકાને નવી ઉડાન’ના સંકલ્પ સાથે ગ્રામ હાટ ગ્રામ્ય મહિલાઓ માટે આત્મનિર્ભરતાની નવી તક ઊભી કરશે.
📲Get App