🔥 TRENDING Barry Manilow Cancels Las Vegas Concer... Mysuru Dasara festival opens with flor... Smaran Ravichandran registers eighth f... Parents claim their daughter's death w... Udaipur residents seal waste dump amid... PM Modi pledges cooperation with CM Vi...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભરૂચ: આમ્રપાલી સોસાયટીમાં રહેણાંક મકાનમાં આગ લાગતાં દોડધામ

✍️ Reporter: Shahid Mansuri 🗓 11 Oct 2026, 03:24 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના લીંકરોડ પર આવેલી આમ્રપાલી સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. માતાજીના દીવાની જ્યોત પરદા સાથે અડકતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ભરૂચના લીંકરોડ પર આવેલી આમ્રપાલી સોસાયટીમાં આજે એક રહેણાંક મકાનમાં આગ લાગતાં સ્થાનિક લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મકાનમાં પૂજા કરતી વખતે માતાજીના દીવાની જ્યોત અજાણતાં પરદા સાથે અડકી ગઈ હતી, જેના કારણે પરદામાં આગ લાગી હતી. આગે જોતરાતાં જ મકાનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાની ઘટનાને પગલે સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી એકત્રિત થઈ ગયા હતા.
📲Get App