🔥 TRENDING અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં મિલ્કમિસ્ટ... મેઘાણી નગર પોલીસે ઘરફોડ અને વાહન ચોરીન... माण्डा खास: थाने के चौकीदार द्वारा फल... નવરાત્રિના પ્રથમ નોરતે ચોટીલા ચામુંડા... આણંદમાં પત્રકાર ઈમરાન વહોરા પર ઓફિસમાં... बीजनी महोत्सव 2026: आकाश आठ चैनल के वि...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: અમરાઈવાડીમાં ઝઘડા બાદ યુવકનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 11 Oct 2026, 11:18 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરાઈવાડી વિસ્તારમાં થયેલી બોલાચાલી અને મારામારી બાદ 24 વર્ષીય યુવક અક્ષયનું મોત થયું છે. વહેલી સવારે તબિયત લથડતાં તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં રસ્તામાં તેનું મૃત્યુ થયું.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મહાલક્ષ્મીનગરના ગેટ પાસે થયેલી બોલાચાલી અને મારામારીમાં 24 વર્ષીય યુવક અક્ષયનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, ઝઘડા દરમિયાન અક્ષય નીચે પટકાયો હતો, ત્યારબાદ તે પોતાના ઘરે ગયો હતો.

પરંતુ, વહેલી સવારે અક્ષયની તબિયત લથડતાં તેને લોહીની ઊલટી થવા લાગી હતી. તેના મિત્ર નયને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને એલ.જી. હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, 8 ઓક્ટોબર, ગુરુવારના રોજ સાંજે 7:30 વાગ્યે અક્ષયનો પરેશ ઉર્ફે લતીફ સાગઠિયા અને તેના મિત્ર સાથે ઝઘડો થયો હતો. આ ઘટનાના બીજા દિવસે, 9 ઓક્ટોબરની વહેલી સવારે 4:30 વાગ્યે અક્ષયની તબિયત લથડી હતી. સવારે 6:30 વાગ્યે તેની બહેનને જાણ કરવામાં આવી હતી.

જોકે, સિવિલ હોસ્પિટલ ખસેડતી વખતે રસ્તામાં જ અક્ષયનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App