🔥 TRENDING गढ़मुक्तेश्वर में धूमधाम से निकली श्री... वेलार में 18 अक्टूबर 2026 को होगा माँ... Three dead as fresh violence erupts in... PM Modi pledges backing for Manipur pe... Nine dead, fourteen homes burnt as vio... Uttar Pradesh Minister Accuses Chief J...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

નવરાત્રી પર્વ નિમિત્તે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 10 Oct 2026, 11:35 PM 👁 16
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આવતીકાલથી શરૂ થતા નવરાત્રી પર્વને લઈને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી..

સાબરકાંઠામાં-:
આવતીકાલથી શરૂ થઈ રહેલા નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાનો હતો.

આ શાંતિ સમિતિની બેઠક પોલીસ ઇન્સ્પેક્ટર ડી એન સાધુ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એમ વસૈયાની આગેવાની હેઠળ યોજાઈ હતી.બેઠકમાં સ્થાનિક અધિકારીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા માટે જરૂરી પગલાંઓ અંગે ચર્ચા કરવામાં આવી. પોલીસ અધિકારીઓએ નાગરિકોને સહકાર આપવા અને કોઈપણ અસામાજિક પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી હતી.
📲Get App