🔥 TRENDING Odisha's Disaster Management Model Dra... Six-Layer Barricade and Joint Delhi‑UP... Bihar: Anti-corruption team raids ADM... Defence Minister Rajnath Singh Inspect... दिल्ली पुलिस की कार्रवाई पर सुप्रीम को... હિંમતનગરમાં વ્યસનમુક્તિ અભિયાન: કેનાલ...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાવરકુંડલા તાલુકા પંચાયતમાં ગામડાંમાંથી થતા સ્થળાંતર મુદ્દે સભ્યનો પ્રતિકાત્મક વિરોધ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 10 Oct 2026, 12:24 PM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા તાલુકા પંચાયતના સભ્ય નિર્મળ વાટલિયાએ ગામડાંમાંથી યુવાનો અને પરિવારોના શહેરો તરફ થઈ રહેલા સ્થળાંતરના મુદ્દે સામાન્ય સભામાં પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.

સાવરકુંડલા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકા પંચાયતના સભ્ય નિર્મળ વાટલિયાએ ગામડાંમાંથી યુવાનો અને પરિવારોના શહેરો તરફ થઈ રહેલા સ્થળાંતરના ગંભીર મુદ્દે રજૂઆત સાથે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.

નિર્મળ વાટલિયાએ જણાવ્યું હતું કે, ગામડાંઓમાં રોજગારની તકો, સારા રસ્તા, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી અને સિંચાઈ જેવી પાયાની સુવિધાઓનો અભાવ હોવાને કારણે ગામડાં ખાલી થઈ રહ્યા છે. આજે અનેક ગામોમાં ઘેર-ઘેર તાળા જોવા મળી રહ્યા છે અને યુવાનો રોજગાર મેળવવા માટે શહેરોમાં જવા મજબૂર બની રહ્યા છે.

તેમણે ગામડાંમાંથી થતા પલાયનને એક ગંભીર સમસ્યા ગણાવીને તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ મુદ્દે સત્તાવાર ચર્ચા કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, સરકારી યોજનાઓ અને પંચાયતની ગ્રાન્ટનો અસરકારક ઉપયોગ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વિકસાવવા તથા રોજગારલક્ષી સમયબદ્ધ આયોજન કરવાની પણ તેમણે માંગ કરી હતી.
📲Get App