🔥 TRENDING নন্দীগ্রাম উপ-নির্বাচনে বিজেপির হাসির... હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અં... રસ્તા મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ: ૫ લ... PIB Fact‑Checks Viral Claim: Delhi Aut... Jaishankar calls for India-Africa unit... Haryana AYUSH Recruitment 2026: Applic...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાબરકાંઠા: ગાંભોઈ પોલીસે ૧૦ લાખથી વધુનો દારૂ અને ક્રેટા ગાડી ઝડપી પાડી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 10 Oct 2026, 05:58 PM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ગાંભોઈ પોલીસે બાતમીના આધારે એક ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરની કુલ રૂ. ૪,૦૨,૦૫૮ ની બોટલો અને ટીન તેમજ રૂ. ૬,૦૦,૦૦૦ ની કિંમતની ક્રેટા ગાડી મળી કુલ રૂ. ૧૦,૦૨,૦૫૮ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે..

સાબરકાંઠામાં:-
પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા દ્વારા અપાયેલ સૂચનાઓના પગલે ગાંભોઈ પોલીસ સ્ટેશન દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહીના ભાગરૂપે વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ચૌધરીના નેતૃત્વ હેઠળ ગાંભોઈ પોલીસ ટીમ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મળી છે..

આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશકુમાર અંબાલાલને મળેલી ખાનગી બાતમીના આધારે, પોલીસે માંકડી ઘાંટી એચ પી પેટ્રોલ પંપ નજીક ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગ ગોઠવ્યું હતું.તે દરમિયાન ભિલોડા તરફથી આવતી એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી (રજીસ્ટ્રેશન નંબર GJ.08.FA.6022) ને રોકવાનો પ્રયાસ કરતા પોલીસે તેને આંતરી હતી.ગાડીની તલાશી લેતા પોલીસને અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરની કુલ ૧૦૩૦ બોટલો/ટીન મળી આવી હતી, જેની કિંમત રૂપિયા ૪,૦૨,૦૫૮ થાય છે. આ સાથે, પોલીસે રૂ. ૬,૦૦,૦૦૦ ની કિંમતની ક્રેટા ગાડી પણ કબજે કરી છે.આમ, કુલ રૂપિયા ૧૦,૦૨,૦૫૮ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે..

આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫ એ,ઈ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં એ.આર.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કાળુભાઈ દેવાભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશકુમાર અંબાલાલ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચંદુસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રરાજસિંહ દિલીપસિહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ભુપેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સજ્જનસિંહ ચંપકસિંહ.
📲Get App