Local
નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સો અઠવાડિયા સંકલ્પ અભિયાન
Watch on:
📘 Facebook
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણા, રાષ્ટ્રીય સેવા યોજના (NSS), દત્તક ગામ સરતાનપુર ગ્રામ પંચાયત અને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MY Bharat)ના સંયુક્ત ઉપક્રમે સરતાનપુર પ્રાથમિક શાળા ખાતે "નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત" (૧૦૦ અઠવાડિયા સંકલ્પ અભિયાન) અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણા, રાષ્ટ્રીય સેવા યોજના (NSS), દત્તક ગામ સરતાનપુર ગ્રામ પંચાયત અને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MY Bharat)ના સંયુક્ત ઉપક્રમે સરતાનપુર પ્રાથમિક શાળા ખાતે "નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત" (૧૦૦ અઠવાડિયા સંકલ્પ અભિયાન) અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન તારીખ ૧૦/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ સમારોહમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ. એચ. આનંદ સાહેબ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સતલાસણાના મામલતદારશ્રી દીપિકાબેન દેસાઈના હસ્તે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખશ્રી વિરેન્દ્રસિંહ ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે નશાબંધીનું મહત્વ સમજાવી યુવાધનને વ્યસનોથી દૂર રહી દેશના વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત, અતિથિ વિશેષ તરીકે શ્રીમતી આર. એમ. પ્રજાપતિ આર્ટ્સ કોલેજના પ્રોફેસર ડૉ. શૈલેષભાઈ કે. જોષી અને સરતાનપુરના સરપંચશ્રી પરથીભાઈ ચૌધરીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત કોલેજ ના એન.એસ.એસ સ્વયંસેવકો દ્વારા રંગોળી પ્રદર્શન,પોસ્ટર પ્રદર્શન,નશામુક્ત યુવા ભારત વિષય પર સ્પીચ, નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સફળ આયોજન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના અધ્યક્ષ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. ઋષિકેશ એન. જોષી, કા. આચાર્યશ્રી ડૉ. અમન આર. જોષી, સરતાનપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ સુથાર તેમજ કોલેજ પરિવારના સહયોગથી પાર પાડવામાં આવ્યું હતું, જેમાં યુવાનોમાં નશાબંધી અંગે જાગૃતિ ફેલાવી વિકસિત ભારતના નિર્માણ માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.