🔥 TRENDING Saraswati Cycle Yojana Aids Chhattisga... फर्रुखाबाद के भुवनपुर में नव विवाहिता... ਫਾਜ਼ਿਲਕਾ ''ਚ ਵੱਡੀ ਵਾਰਦਾਤ Police Recover Four Weapons, 32 Cartri... Ujjain Witnesses Rare Gajchhaya Yoga o... अयोध्या की ग्रामीण महिलाओं ने सोलर ऊर्...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સિદ્ધપુર દ્વારા સર સયાજીરાવ ગાયકવાડ સ્મારકના ૮૮મા સ્થાપના દિવસ તેમજ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડજીની ૧૧૯મી વર્ષગાંઠ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

✍️ Reporter: Atul Thakor 🗓 10 Oct 2026, 09:25 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રોજ સમસ્યા નિવારણ મંચ, સિદ્ધપુર દ્વારા સર સયાજીરાવ ગાયકવાડ સ્મારકના ૮૮મા સ્થાપના દિવસ તેમજ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડજીની ૧૧૯મી વર્ષગાંઠ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના લોકકલ્યાણકારી કાર્યો અને મહાન વિચારોને ભાવપૂર્વક વંદન કર્યા.

મહારાજા સર સયાજીરાવ ગાયકવાડજી માત્ર એક પ્રજાવત્સલ શાસક જ નહીં, પરંતુ શિક્ષણ, સામાજિક સુધારણા, સુશાસન અને લોકકલ્યાણના પ્રખર હિમાયતી હતા. શિક્ષણના પ્રસાર, સામાજિક સમાનતા અને આધુનિક વિકાસ માટેનું તેમનું દૂરંદેશી યોગદાન આજે પણ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે. સિદ્ધપુરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાયેલી તેમની અમૂલ્ય સ્મૃતિઓ આપણા સૌ માટે ગૌરવ સમાન છે.

આ પ્રસંગે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડજીની આવા કાર્યક્રમો દ્વારા આપણી ઐતિહાસિક વિરાસતનું જતન થાય છે તેમજ નવી પેઢીને મહાન વિભૂતિઓના આદર્શો અને સમાજસેવાના મૂલ્યોમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય છે. આ સુંદર આયોજન બદલ આયોજકો અને સહયોગી સંસ્થાઓને હાર્દિક અભિનંદન.

પરમ પૂજ્ય માનવ નાથ બાપુ, શ્રી અબ્દુલભાઈ, શ્રી રણજીતસિંહ ઠાકોર, શ્રી નિશિતભાઈ અજાણી, શેઠશ્રી હરરવાળા, શ્રી કૌશલભાઈ જોશી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ, શ્રી શંભુભાઈ દેસાઈ,‌ શ્રી અંકુરભાઈ મારફતિયા,જામ્યા સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી અકબરભાઈ મોમીન, શ્રી આર કે મકવાણા, શ્રી સુરેશભાઈ પંચાલ, શ્રી જીજ્ઞાબેન દવે, ડૉ. કુંજનભાઈ મોદી, શ્રી લચ્છુભાઈ, કોર્પોરેટશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, દાઉદી વ્હોરા સમાજ ના આગેવાન, સમસ્યા નિવારણ મંચ,અને વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App