🔥 ट्रेंडिंग తణుకులో 44 వార్డుల సరిహద్దుల ఖరారు: ప్... टीकमगढ़ जिले में अवैध रेत खनन के खिलाफ... తణుకులో CITU ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ:... తణుకులో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం... ಮೈಸೂರು ದಸರಾ ಆನೆ తణుకు మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై కూటమి,...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

તલોદ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ અને આરોપીઓને ઝડપી પાડ્યા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 10 अक्टू. 2026, 07:50 PM 👁 44
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ગુન્હાઓને શોધી કાઢવા માટેના અભિયાન અંતર્ગત, તલોદ પોલીસે ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરાયેલ મુદ્દામાલ અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે..

સાબરકાંઠામાં-:
મિલકત સંબંધી ગુન્હાઓ પર અંકુશ લાવવા માટે પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના પગલે, તલોદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સી જી રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એલ રાયજાદા અને તેમની ટીમે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથ ધરી હતી.પોલીસને હરસોલ ગામની રોહીત સમાજવાડી ખાતેથી ૮ એમ.એમ. સળીયા, સેન્ટીંગ ફરમા પ્લેટ અને લોખંડના પાઇપ મળી કુલ રૂ. ૧૫,૫૦૦/- ની ચોરી અંગે ફરિયાદ મળી હતી..

આ ગુનાની તપાસ માટે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો. બાતમી હકીકત આધારે, પોલીસે સંગ્રામસિંહ જાલમસિંહ ઝાલા (રહે. જેથાજીનામુવાડા, તા. તલોદ) અને રવિન્દ્રસિંહ શૈલેષસિંહ ઝાલા (રહે. સુરપુર, તા. તલોદ) ને ઝડપી પાડ્યા હતા.પોલીસની પૂછપરછ દરમિયાન, આરોપીઓએ ગુનો કબૂલ્યો હતો અને ચોરાયેલ મુદ્દામાલ સંગ્રામસિંહ ઝાલાના ઘરે સંતાડેલો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સંગ્રામસિંહના ઘરે દરોડો પાડી ૮ એમ.એમ. સળીયા (કિંમત રૂ. ૪૫૦૦/-), સેન્ટીંગ ફરમા પ્લેટ (કિંમત રૂ. ૭૫૦૦/-), લોખંડના પાઇપ (કિંમત રૂ. ૮૩૦/-) અને ગુનામાં વપરાયેલ સી.એન.જી. રીક્ષા (GJ 09 BX0051, કિંમત રૂ. ૨,૦૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૨,૧૨,૮૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે..

આ સાથે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તલોદ પોલીસની આ કામગીરીને કારણે ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલાયો છે.આ સફળતા બદલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એલ રાયજાદા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવિકભાઇ રાયભણભાઇ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ મહેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રવિકુમાર બાબુભાઇ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિહ ચકુસિહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ તુષારકુમાર રમેશભાઇ સહિતના પોલીસ સ્ટાફની પ્રશંસનીય કામગીરી રહી છે.
📲Get App