🔥 TRENDING Marvel's New Series 'Zodiac' Slated fo... वरुड तालुक्यातील लोणीतील योगेश ढोमणे स... Kannada Romance ‘Premada Oorali’ Recor... ‘The Odyssey’ hits Rs 100 crore in IMA... ఆదిలాబాద్: శనీశ్వరుని ఆలయానికి భక్తుల... Ajay Devgn's 'Drishyam The Conclusion'...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

સુરેન્દ્રનગર કલેકટર જી.એચ. સોલંકીની રામપરા ફળરોપા ઉછેર કેન્દ્રની મુલાકાતે

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 10 Oct 2026, 09:38 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર જી.એચ. સોલંકીએ ધાંગધ્રા તાલુકાના રામપરા ગામની મુલાકાત લીધી હતી અને ત્યાં આવેલા ફળરોપા ઉછેર કેન્દ્રની સમીક્ષા કરી હતી.

બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર જી.એચ. સોલંકીએ ધાંગધ્રા તાલુકાના રામપરા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને અન્ય પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. નાયબ બાગાયત નિમાયક શ્રી જેડીવાળાએ કલેક્ટર શ્રી ને નર્સરી ખાતે ચાલતી વિવિધ ક્ષેત્રીય પ્રવૃત્તિઓ ઉચ્ચ ગુણવત્તા યુક્ત ફળ રોપાઓ ના વાવેતર અને ઉત્પાદન અંગે માહિતી આપી હતી તલાટી કમ મંત્રી ની હાજરીમાં રામપરા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી

કલેકટર સોલંકીએ ખાસ કરીને રામપરા ખાતે આવેલા ફળરોપા ઉછેર કેન્દ્રની મુલાકાત લઈને ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રોપા ઉછેરની પદ્ધતિઓ, ઉપલબ્ધ સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક સ્તરે ફળરોપા ઉત્પાદનને વેગ આપવાનો હતો. કલેકટરે આ કેન્દ્રના મહત્વ પર ભાર મૂક્યો હતો.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App