🔥 ट्रेंडिंग नेटफ़्लिक्स पर 2026 में अनंद देवराकोंड... NMC ने 2026‑27 में सामुदायिक एवं सामाज... रंजि ट्रॉफी 2026-27 का लाइव स्ट्रीमिंग... अर्जुनाचल के BJP महिला मोर्चा ने JNU क... CAT ने जम्मू-कश्मीर सरकार से 12 रहबर-ए... जम्मू-कश्मीर पुलिस ने दो यूएपीए अपराधि...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તલોદ પોલીસે આંબાવાડી ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી, રૂ. ૬.૩૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત..
अपराध

તલોદ પોલીસે આંબાવાડી ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી, રૂ. ૬.૩૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 10 अक्टू. 2026, 06:25 PM 👁 28
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબાવાડી ગામની સીમમાં નદીના કોતરમાથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી છે. પોલીસે દારૂ, વોશ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૬,૩૮,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે..

સાબરકાંઠામાં-:
ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે, તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબાવાડી ગામની સીમમાં આવેલ નદીના કોતરમાથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ તથા દેશી દારૂ ગાળવાનો વોશ મળી કુલ રૂ. ૫૮૯,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત, દારૂની ભઠ્ઠી ચલાવવા માટે વપરાતો અન્ય પ્રોહી મુદ્દામાલ, એક મોબાઇલ ફોન અને એક એક્ટીવા મળી કુલ રૂ. ૬,૩૮,૩૦૦/- નો મુદ્દામાલ આરોપીઓ સાથે જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ગેરકાયદેસર પ્રોહીબીશન પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી..

જેના અનુસંધાને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સી જી રાઠોડ અને તેમના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ગઈકાલે તા.૦૯/૧૦/૨૦૨૬ ના રોજ પેટ્રોલીંગ દરમિયાન, પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે સતીષસિંહ હઠીસિંહ રાઠોડ,વિરેન્દ્રસિંહ રંગુસિંહ રાઠોડ અને કનુસિંહ ઉર્ફે ધોની હાલુસિંહ રાઠોડ તેમના માણસો મારફતે આંબાવાડી ગામની સીમમાં અલગ-અલગ જગ્યાએ ખરાબામાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી રહ્યા છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે સદર જગ્યાએ રેઇડ કરી હતી..

રેઇડ દરમિયાન પોલીસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે દિવાનસિંહ દિપસિંહ ચૌહાણ (ઉં.વ.૨૪, રહે. રામપુરા, તા. તલોદ, જી. સાબરકાંઠા) ને ઝડપી પાડ્યો છે,જ્યારે સતીષસિંહ ઉર્ફે છત્રસિંહ હઠીસિંહ રાઠોડ (રહે. આંબાવાડી, તા. તલોદ) ને ઝડપી પાડવાના બાકી છે.આ સફળ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જે પોલીસ ઇન્સ્પેક્ટર સી જી રાઠોડ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ખોડસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રવિકુમાર, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કૌશિકકુમાર,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સચિનભાઈ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એલ રાયજાદા,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવિકભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ તુષારભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિંહ.
📲Get App