રાધનપુરના મઘાપુરામાં હૃદયદ્રાવક દુર્ઘટના: તળાવમાં ડૂબી જતાં સગા ભાઈ-બહેનનાં કરુણ મોત!

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મઘાપુરા ગામે શોકની લાગણી
રાધનપુર તાલુકાના મઘાપુરા ગામ નજીક નાનાપુરા સીમના તળાવમાં ડૂબી જવાથી સગા ભાઈ-બહેનનાં કરુણ મોત નીપજ્યાં છે. ખેતરમાંથી ઘરે પરત ફરી રહેલાં બંને બાળકો પાણી પીવા માટે તળાવ પાસે ગયાં હતાં. આ દરમિયાન પગ લપસી જતાં બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.
મૃતકોમાં આશરે 11 વર્ષનો જયેશ, જે ધોરણ 5માં અભ્યાસ કરતો હતો, અને આશરે 15 વર્ષની દિવ્યા, જે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી, તેમનો સમાવેશ થાય છે. એક જ પરિવારનાં બે સંતાનોના અકાળે મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. રાધનપુર પોલીસના અધિકારીઓએ પણ ઘટનાસ્થળે તથા હોસ્પિટલ ખાતે પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
ભગવાન દિવંગત બાળકોની આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.