🔥 TRENDING મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વ... गौ सेवा आयोग की टीम को मुख्यमंत्री योग... Aditya Roy Kapur’s Intoxication Halts... Ranveer Singh buys Rs 1.95 crore BMW i... Mahesh Babu Extends Wishes to Rajamoul... External Affairs Minister S. Jaishanka...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દિવ્યાંગ મિત્રો માટે ગરબા અને ભજન સંધ્યાનું આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 10 Oct 2026, 01:44 PM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દિવ્યાંગ મિત્રોને આનંદ અને ઉત્સાહની પળો આપવા માટે ગરબા તથા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજમાં સેવા અને સંવેદનશીલતાનો સંદેશ અપાયો..

સાબરકાંઠાના-:
હિંમતનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા હિંમતનગર દ્વારા 'સેવા એ જ સંકલ્પ, સંવેદના એ જ શક્તિ'ના સૂત્ર સાથે દિવ્યાંગ મિત્રોની ખુશી,ઉત્સાહ અને આનંદમાં સહભાગી બનવાના ઉમદા હેતુથી એક સુંદર આયોજન કરવામાં આવ્યું.આ આયોજન અંતર્ગત ગરબા તથા ભજન સંધ્યાનું સુંદર આયોજન કરાયું હતું.આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દિવ્યાંગ મિત્રો સાથે ખુશીઓ વહેંચી હતી.સંગીત,ભક્તિ અને ગરબાના રંગે રંગાઈને આનંદની પળો માણવામાં આવી હતી.આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સમાનતા,માનવતા,સંવેદનશીલતા અને સેવાભાવનો સુંદર સંદેશ આપવામાં આવ્યો.

દિવ્યાંગ મિત્રો પ્રત્યે સ્નેહ, સન્માન અને સમર્પણ વ્યક્ત કરતી આ પહેલ ખરેખર પ્રશંસનીય રહી. 'સેવા એ જ સંકલ્પ, સંવેદના એ જ શક્તિ અને સૌના ચહેરા પર સ્મિત એ જ સાચો ઉત્સવ'ના ભાવ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો.
📲Get App