अपराध
દાહોદ: ખંગેલા ચેકપોસ્ટ પરથી રૂ. ૧.૪૦ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ
દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે બાતમીના આધારે ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન હિમાચલ પ્રદેશ પાર્સિંગની એક ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદ પોલીસને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં થતી ગેરકાયદે દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે બાતમીના આધારે ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન હિમાચલ પ્રદેશ પાર્સિંગની એક ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાંથી રૂ. ૧,૨૦,૦૬,૮૪૦ની કિંમતની વિદેશી દારૂની ૩૯,૬૩૨ બોટલો (૧,૪૫૯ પેટી) મળી આવી હતી. પોલીસે રૂ. ૨૦ લાખની ટ્રક, ૩ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧,૪૦,૨૫,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસ દરમિયાન ટ્રક રોકતાં જ ચાલક અને ક્લીનરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સતર્કતા દાખવી એક આરોપીને સ્થળ પર જ ઝડપી પાડ્યો હતો.
આ અંગે દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીના જણાવ્યા અનુસાર, પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.