🔥 TRENDING IMD Issues Heavy Rain Alert for Most K... SVU Raids Gopalganj DM's Offices Over... Indore Set to Become India's New Indus... સુરતમાં 13 વર્ષના સગીર પર દુષ્કર્મ: સુ... સુરતમાં નવરાત્રિ મહોત્સવ માટે આયોજકો દ... કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ચૂંટણી...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠામાં ગાંજાનું વાવેતર કરતો આરોપી ૧૩ કિલોથી વધુ ગાંજા સાથે ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 09 Oct 2026, 04:46 PM 👁 18
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા એન્ટી નાર્કોટીક્સ વીંગ પોલીસે પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર કરતા એક આરોપીને ૧૩.૧૪૩ કિલોગ્રામ ગાંજાના છોડ સાથે ઝડપી પાડ્યો છે. આ ગાંજાના છોડની કિંમત અંદાજે ૬,૫૭,૧૫૦ રૂપિયા આંકવામાં આવી છે..

સાબરકાંઠામાં-:
નાર્કોટીક્સની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.આ ઝુંબેશના ભાગરૂપે પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્ટી નાર્કોટીક્સ વીંગના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરી છે.આ કાર્યવાહીમાં દોતડ ગામના રહેવાસી પ્રવિણભાઇ બાબુભાઇ તરાલ નામના આરોપીને તેના ખેતરમાં ગાંજાનું વાવેતર કરતા ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસને મળેલી ખાનગી બાતમી મુજબ આરોપી પ્રવિણભાઇ તરાલ પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલા ખેતરમાં કપાસની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરતો હતો. બાતમી મળતા જ પોલીસે તાત્કાલિક પંચો રૂબરૂ સ્થળ પર તપાસ કરતાં, કપાસના વાવેતર વચ્ચે છુપાવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસે કુલ ૧૦ નંગ ગાંજાના છોડ જપ્ત કર્યા હતા,જેનું વજન ૧૩.૧૪૩ કિલોગ્રામ હતું..

આ જપ્ત કરાયેલા ગાંજાના છોડની અંદાજિત કિંમત ૬,૫૭,૧૫૦ રૂપિયા થાય છે.પોલીસે આરોપી પ્રવિણભાઇ બાબુભાઇ તરાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ માદક પદાર્થનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેનો આગળ શું ઉપયોગ થવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ આવા અનિચ્છનીય બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા નાર્કોટીક્સ વિરોધી કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં આર કે ગજ્જર પોલીસ સબ ઇન્સ્પેક્ટર-ANW,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયદીપકુમાર,પોલીસ કોન્સ્ટેબલ સુમતિભાઇ,પોલીસ કોન્સ્ટેબલ અભિજીતસિંહ,પોલીસ કોન્સ્ટેબલ સુશીલકુમાર.
📲Get App