अपराध
ભાવનગર પોલીસ દ્વારા 'હર ઘર, સાયબર સુરક્ષિત ઘર' અભિયાનનો પ્રારંભ
ભાવનગર પોલીસે સાયબર ક્રાઇમ સામે જાગૃતિ ફેલાવવા 'હર ઘર, સાયબર સુરક્ષિત ઘર' કાર્યક્રમનું આયોજન કર્યું. આ અભિયાન અંતર્ગત 750થી વધુ લોકો જોડાયા હતા.
સાયબર ક્રાઇમ સામેની લડતમાં 'અંત્યોદય'ના વિચારને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે ભાવનગર પોલીસ દ્વારા 'હર ઘર, સાયબર સુરક્ષિત ઘર' નામના એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના તલાટી કમ મંત્રીઓ, શાળાના આચાર્યો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પ્રબુદ્ધ નાગરિકો સહિત કુલ 750 જેટલા લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સાયબર ક્રાઇમ સામે સુરક્ષિત રહેવા માટે માર્ગદર્શન આપવાનો હતો.
ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી અને ભાવનગરના પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ઉપસ્થિત નાગરિકો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. આ દરમિયાન, નાગરિકોના સાયબર સુરક્ષા સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. 'હર ઘર, સાયબર સુરક્ષિત ઘર' અભિયાન દ્વારા 'અંત્યોદય'ના વિચારને કેવી રીતે સાકાર કરી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.