🔥 TRENDING Kerala High Court sets October 14 dead... Kerala Minister Announces Improved Fac... Fire Breaks Out in Electricity Meter B... Ujjain Councilor Stands in Sewer Water... सड़क पूरी तरह क्षतिग्रस्त, दो महीने से... Two Dead, Seven Injured in Ramban Road...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવરાત્રી પર્વ દરમિયાન સાયબર ગુનાઓથી બચવા રાધનપુર પોલીસની જનજાગૃતિ ઝુંબેશ: નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ.............

✍️ Reporter: Atul Thakor 🗓 09 Oct 2026, 09:08 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવરાત્રી પર્વ દરમિયાન સાયબર ગુનાઓથી બચવા રાધનપુર પોલીસની જનજાગૃતિ ઝુંબેશ: નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ.............


​રાધનપુર:


ગુજરાતભરમાં નવરાત્રીના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ખેલૈયાઓ અને નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં તહેવાર મનાવી શકે તે માટે રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ જનજાગૃતિ અપીલ જારી કરવામાં આવી છે.


તહેવારોની મોસમનો ગેરલાભ ઉઠાવી સાયબર ઠગો સક્રિય થતા હોવાથી રાધનપુર પોલીસે નાગરિકોને સાયબર છેતરપિંડીથી સાવધ રહેવા ખાસ વિનંતી કરી છે.
​પોલીસ તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર, નવરાત્રી દરમિયાન નીચે મુજબની મુખ્ય સાયબર છેતરપિંડી થવાની શક્યતાઓ રહેલી છે:


​ફેક ગરબા પાસ / ટિકિટ બુકિંગ: ઓનલાઈન એડવાન્સ પેમેન્ટ કરાવી બોગસ પાસ કે ટિકિટ આપી પૈસા પડાવવા.


​ડિસ્કાઉન્ટ અને રજીસ્ટ્રેશન લિંક: આકર્ષક ઓફર કે ડિસ્કાઉન્ટની ખોટી લિંક મોકલી બેંક વિગતો ચોરવી.
​સોશિયલ મીડિયા પર ફેક ઈવેન્ટ પેજ: વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર નકલી ગરબા આયોજનના પેજ બનાવી ઠગાઈ કરવી.



​QR કોડ સ્કેન ફ્રોડ: પૈસા જમા થવાના બહાને QR કોડ સ્કેન કરાવી ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરાવવી.
​OTP / UPI PIN ચોરી: લકી ડ્રો, પ્રાઈઝ કે રીફંડની લાલચ આપી ગુપ્ત OTP કે UPI PIN માગવો.
​ફેક એપ / APK ફાઈલ: અજાણી એપ ડાઉનલોડ કરાવી મોબાઈલનો ડેટા હેક કરવો.
​નકલી સોશિયલ મીડિયા પ્રોફાઈલ: જાણીતી વ્યક્તિ કે સગા-સંબંધીના નામે ફેક એકાઉન્ટ બનાવી નાણાં માગવા.



​પોલીસની મહત્ત્વની સૂચનાઓ:
૧. કોઈપણ અજાણી લિંક, એપ કે APK ફાઈલ ડાઉનલોડ કરવી નહીં.
૨. પૈસા મેળવવા માટે ક્યારેય QR કોડ સ્કેન કરવાનો કે UPI PIN નાખવાનો હોતો નથી, તેથી સાવચેત રહેવું.
૩. ગરબાના પાસ કે ટિકિટ અધિકૃત આયોજકો પાસેથી જ ખરીદવા.


​જો કોઈ નાગરિક સાયબર ફ્રોડનો ભોગ બને, તો વિલંબ કર્યા વગર તુરંત જ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવા અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવા રાધનપુર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.


​"સુરક્ષિત રહો... આનંદથી ગરબા રમો."
​લી. રાધનપુર પોલીસ સ્ટેશન, જિલ્લા પાટણ
📲Get App