🔥 TRENDING রেজিনগর গণনা কেন্দ্রে কী বললেন নির্বাচ... हनुमानगढ़: पंचायत चुनावों की तैयारियों... রেজিনগরে ভোট গণনার প্রস্তুতি তুঙ্গে ट्रेन से एक युवक की मौत दिल्ली मेट्रो के 57 स्टेशन आज हो सकते... କଟକରେ ମହିଳାଙ୍କ ମୃତଦେହ ଉଦ୍ଧାର, ହତ୍ୟା ସନ...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છના ખાવડા સ્થિત આરી પાર્કમાં આજે મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે

✍️ Reporter: Naresh katua 🗓 09 Oct 2026, 10:44 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખાવડા આરી પાર્કમાં ગમખ્વાર અકસ્માતે લીધો 7 નો ભોગ કચ્છના ખાવડા સ્થિત આરી પાર્કમાં આજે મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પોલીસ ચેકપોસ્ટથી આરી પાર્ક તરફ જતા રસ્તા પર કામદારોને લઈ જતી બોલેરો ગાડીને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ 7 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.15થી વધુ કામદારો હતા સવાર, અનેક ઇજાગ્રસ્ત પ્રાથમિક માહિતી અનુસાર બોલેરોમાં 15થી વધુ કામદારો સવાર હતા. અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે જ્યારે અન્ય કેટલાક કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહને પહેલા ખાવડા અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે ભુજ લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.આરી પાર્કમાં આ પ્રકારનો પ્રથમ મોટો અકસ્માત સૂત્રોના જણાવ્યા અનુસાર આરી પાર્કમાં આ પ્રકારનો આ પહેલો મોટો અકસ્માત છે. અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને ટક્કર મારનાર વાહનની શોધખોળ હાથ ધરી છે.
📲Get App