🔥 ट्रेंडिंग हरिद्वार में ओलावृष्टि से जनजीवन अस्त-... Punjab Kings Lose Two Australian Coach... शिलॉंग मीट में मेघालय के MSMEs ने अंतर... भारत में सोने के ईटीएफ में 164% की बढ़... सीपीआरएफ ने सिविक एक्शन प्रोग्राम के त... सुषान्ता ने खोले दो नए सुविधाएँ, ट्रिप...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રમતગમત

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 09 अक्टू. 2026, 06:02 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રમતગમત

એસ. આર. હાઈસ્કૂલ, દેવગઢ બારીઆ સમગ્ર ગુજરાત રાજ્યમાં તૃતીય ક્રમે વિજેતા: ટ્રોફી તથા ₹૨ લાખના રોકડ પુરસ્કારથી સન્માનિત
દેવગઢ બારીઆ:
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત દેવગઢ બારીઆની ઐતિહાસિક અને નામાંકિત સંસ્થા એસ. આર. હાઈસ્કૂલ એ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગૌરવવંતું સ્થાન મેળવી પંથકનું નામ રોશન કર્યું છે.
રાજ્યકક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં શાળાના ખેલાડીઓએ મેળવેલા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે ગુજરાત સરકાર દ્વારા એસ. આર. હાઈસ્કૂલ, દેવગઢ બારીઆની સમગ્ર રાજ્યમાં ‘તૃતીય શ્રેષ્ઠ શાળા’ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
વડોદરા ખાતે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાસ્કેટબોલ ઇન્ડોર હોલ ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ વિતરણ સમારોહમાં શાળાનું વિશિષ્ટ સન્માન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્ય નાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તથા ડૉ . જયરામભાઈ સી ગામીત સાહેબ તથા અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે એસ. આર. હાઈસ્કૂલ દેવગઢ બારીઆ વતી શાળાના આચાર્યશ્રી એમ. આઈ. અરબ, શાળાના શિક્ષકશ્રી પી. સી. વરીઆ તથા આર્ચરી (તીરંદાજી) ટીમના કોચશ્રી વિજય બારીઆએ મંચ પરથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગૌરવપૂર્વક વિજેતા ટ્રોફી તથા ₹૨,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પૂરા) નો રોકડ પુરસ્કાર/ચેક સ્વીકાર્યો હતો.
શાળાની આ ઝળહળતી અને ઐતિહાસિક સિદ્ધિ બદલ બારીઆ કેળવણી મંડળના પ્રમુખશ્રી માનનીય અને આદરણીય શ્રીમંત રાજમાતા ઉર્વશીદેવીજી બાપુરાજ સાહેબ, મંડળના ઉપપ્રમુખશ્રી માનનીય અને આદરણીય શ્રીમંત મહારાજા તુષારસિંહજી બાબા સાહેબ તથા મંડળના માનદ મંત્રીશ્રી માનનીય શ્રી કિરિટસિંહજી ચૌહાણ સાહેબ, બારીઆ કેળવણી મંડળ ના સભ્યો તેમજ સમગ્ર એસ. આર. હાઈસ્કૂલ શાળા પરિવારે DLSS ના તમામ વિજેતા ખેલાડીઓ, કુશળ કોચિસ, ફિટનેસ ટ્રેનર્સ તથા સહયોગી કર્મચારીઓને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ સિદ્ધિથી સમગ્ર દેવગઢ બારીઆ નગરમાં અને રમતપ્રેમીઓમાં ખુશી અને ગર્વની લાગણી પ્રસરી ગઈ છે.
📲Get App