🔥 TRENDING Punjab Records Over 100 Farm Fires, Ei... ज्ञानेश कुमार के इस्तीफे के संबंध में... BJP's Debashish Sharma leads Nagaon by... સુરતના સરથાણામાં સ્વામિનારાયણ પરમસુખ ગ... Vote Counting Starts for Nagaon Lok Sa... राजकोट के गढका गांव में वृक्षारोपण एवं...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવેલાના ઊભા પાકમાં ચુસીયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે ખેડૂતોએ પગલા લેવા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 09 Oct 2026, 09:28 AM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવેલાના ઊભા પાકમાં ચુસીયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે ખેડૂતોએ પગલા લેવા

અમરેલી તા.૦૮ ઓક્ટોબર
ચુસીયા પ્રકારની જીવાતોની હાજરી જાણવા માટે વાવણી બાદ એક મહિને પીળાચીણા પિંજર ૧૦/હે. લગાવવા જેથી સમયસર નિયંત્રણનાં પગલાં ભરી શકાય. ચુસીયા પ્રકારની જીવાતોના ઉપદ્રવ સમયે લીંબોળીનું તેલ ૫૦ મિ.લી. અથવા એઝાડિરેક્ટીન યુક્ત ૧૫૦૦ પીપીએમ દવા ૫૦ મિ.લી. સાથે ૧૦૦ મિલી. તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ/૧૦ લિટર પાણી સાથે ઉમેરી છંટકાવ કરવો. ચુસીયા પ્રકારની જીવાતોના જૈવિક નિયંત્રણ માટે લેકાનીસીલીયમ લેકાની અથવા બીવેરીયા બેસિયાના ફુગનાશક પાવડર ૪૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ઉમેરી ઉપદ્રવ સમયે છંટકાવ કરવો. તડતડીયા અને થ્રિપ્સ તેમજ પાન કોરિયાના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ જેવી કે ઈમીડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ ૪ મિ.લી., ફિપ્રોનીલ ૫ ટકા એસસી ૪ મિ.લી. અને થાયોમેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ/૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો. સફેદમાખીના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીનું તેલ ૫૦ મિ.લી અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ દવા પ્રમાણે ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
📲Get App