🔥 ट्रेंडिंग डोंबिवली‑दिवा विधायक ने रेल प्रशासन से... Newborn Baby Opens Zerodha Account at... Silent Tandav Ram at Gannavi Counter देवेश कुमार ने आरम्भ किया नया बीजेपी म... अारुनाचल प्रान्त में भारतीय सेना के अध... अरणाचल प्रीति क्रिकेट टीम को फैनक्शनलि...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ઉના નજીક કારની ટક્કરથી બે વિદ્યાર્થિનીઓ ગંભીર રીતે ઘાયલ

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 09 अक्टू. 2026, 03:05 PM 👁 19
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર રોડ પર નાઠેજ ગામ પાસે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં ઉભેલી બે વિદ્યાર્થિનીઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંને વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ઉના તાલુકાના નાઠેજ ગામ નજીક ભાવનગર રોડ પર સાંજે વાહનની રાહ જોઈ રહેલી બે વિદ્યાર્થિનીઓને પુરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાઠેજ ગામની વતની માનવીબેન સોસા અને પ્રિયાબેન સોસા રોડ કિનારે ઉભી હતી. તે સમયે ઉનાના અધિનભાઈ ચંદ્રકાંતભાઈ જોષી નામના ચાલકે અચાનક ઝોકું આવતાં કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર બંને વિદ્યાર્થિનીઓને અડફેટે લઈને ફંગોળી દીધી હતી.

આ ટક્કરની અસર એટલી તીવ્ર હતી કે બંને વિદ્યાર્થિનીઓ રોડની બાજુમાં આવેલી કાંટાની વાડ અને પાણીના ખાબોચિયામાં જઈ પડી હતી, જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થઈ હતી. બનાવ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ગુંદરસ પ્રાથમિક શાળાના શિક્ષક સોહિલભાઈ ઉનડજમ અને અન્ય રાહદારીઓએ તાત્કાલિક બંને વિદ્યાર્થિનીઓને બહાર કાઢી ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

આ અકસ્માતની જાણ થતાં ઉના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે જરૂરી તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
📲Get App