International
ડાંગ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી ,વિરોધ પ્રદર્શન.
Watch on:
▶️ YouTube
કોંગ્રેસ નેતા ખડગે તેમજ રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધન અગ્રણી ઉપર પોલીસ દમન અને લાઠી ચાર્જ ના આક્ષેપો ના વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા ઓમાં વિરોધી નારે બાજી કરી વિરોધ નોંધાવ્યો
ડાંગમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : ભાજપ સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સામે પોલીસ કાર્યવાહી અને લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના આક્ષેપોના વિરોધમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ગાંધી ઉદ્યાન નજીક એકત્રિત થયા હતા. આ દરમિયાન ભાજપ સરકાર વિરુદ્ધ વિવિધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નેતાઓ અને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સામે પોલીસ દ્વારા દમનકારી વલણ અપનાવવામાં આવ્યું છે અને લાઠીચાર્જ જેવી કાર્યવાહી કરવામાં આવી છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા સરકારની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં વિપક્ષને પોતાની વાત રજૂ કરવાનો અને વિરોધ નોંધાવવાનો અધિકાર છે. આવા વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી કરવામાં આવવી યોગ્ય નથી, તેવો આક્ષેપ કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યો હતો.
ગાંધી મેદાન નજીક યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ હાથમાં વિવિધ બેનરો અને સૂત્રો સાથે ભાજપ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી અને સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો હતો.
કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી પ્રમુખ સ્નેહલ ભાઈ ઠાકરે, વિરોધ પક્ષ નેતા મન્ગળ ભાઈ ગાવીત ,તાલુકા, જિલ્લા ના કોંગ્રેસ ના ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા કોંગ્રેસના આગેવાનોએ વધુમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં પોલીસ અથવા સરકાર દ્વારા વિપક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે ફરીથી આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા ડાંગ જિલ્લામાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જરૂર પડ્યે ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજવાની પણ ચીમકી આપવામાં આવી હતી.
આ વિરોધ પ્રદર્શનને પગલે ગાંધી ઉદ્યાન ની આસપાસ રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં પણ આ મુદ્દે વિરોધ કાર્યક્રમો યોજવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.