स्थानीय
અરવલ્લી પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં નવરાત્રી ગરબા આયોજકો સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે યોજાઈ બેઠક..
અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં નવરાત્રી ગરબા આયોજકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મહિલા સુરક્ષા અને ઉત્સવની સુવ્યવસ્થિત ઉજવણી પર ભાર મૂકવામાં આવ્યો..
અરવલ્લીમાં-:
આગામી નવરાત્રી મહોત્સવની શાંતિપૂર્ણ અને સુરક્ષિત ઉજવણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગરબા આયોજકો સાથે એક વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં મહિલાઓની સુરક્ષા, પાર્કિંગની વ્યવસ્થા,ફાયર સેફ્ટીના નિયમોનું પાલન,CCTV કેમેરાની સ્થાપના,શેડો એરિયામાં પૂરતી લાઇટિંગની વ્યવસ્થા,સ્વયંસેવકોની નિમણૂક અને પોલીસ પેટ્રોલિંગ જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી..
પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા એ આયોજકોને સૂચના આપી હતી કે નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય અને તમામ વ્યવસ્થાઓનું અસરકારક અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવું. ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા અને કોઈપણ અસામાજિક તત્વોને પ્રવેશ ન મળે તે માટે કડક પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાપન અને પાર્કિંગની યોગ્ય ગોઠવણ કરવા, આગ જેવી દુર્ઘટનાઓથી બચવા માટે ફાયર સેફ્ટીના સાધનો સુલભ રાખવા અને તેનું નિરીક્ષણ કરવા તેમજ સમગ્ર વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો હતો. શેડો એરિયામાં યોગ્ય લાઇટિંગની વ્યવસ્થા કરવાથી સુરક્ષા વધુ સુદૃઢ બનશે તેમ જણાવાયું હતું.બેઠકમાં સ્વયંસેવકોની યોગ્ય સંખ્યામાં નિમણૂક કરીને તેમને તાલીમબદ્ધ કરવા અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ જાળવી રાખવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તમામ વ્યવસ્થાઓના અસરકારક અમલીકરણ દ્વારા નવરાત્રી મહોત્સવને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને આનંદમય બનાવવાનો સંકલ્પ આયોજકો અને પોલીસ દ્વારા કરવામાં આવ્યો.