🔥 TRENDING Veteran actor Nana Patekar given full... Arjun Sarja's Daughter Anjana Set to W... Perfume Discovery Sets Offer Easy Way... Bollywood stars showcase modern twists... ‘Hanuman Ansh’ Team Targets Telugu Vie... Q3 2026 Indian Box Office Sets New Rec...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર્વની ઉજવણી અંગે પાલનપુરમાં પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 09 Oct 2026, 12:52 AM 👁 25
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં આવનારા નવરાત્રી પર્વની શાંતિપૂર્ણ અને સુરક્ષિત ઉજવણી સુનિશ્ચિત કરવા માટે પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું..

બનાસકાંઠામાં-:
નવરાત્રીના પવિત્ર તહેવારની ઉજવણીને લઈને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.આ સંદર્ભે પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે એક ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી,જેમાં જિલ્લાના પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો..

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનો, જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને કોઈપણ અનિચ્છનીય ઘટનાઓને રોકવાનો હતો.અધિકારીઓએ તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા,ટ્રાફિક નિયંત્રણ અને જાહેર સ્થળોએ ચુસ્ત દેખરેખ રાખવા અંગે ચર્ચા કરી હતી.બેઠકમાં પોલીસ અધિકારીઓને નવરાત્રીના ગરબા સ્થળો,જાહેર મેળાવડાના સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી.શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં તહેવાર ઉજવાય તે માટે તમામ જરૂરી પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
📲Get App