🔥 ट्रेंडिंग હરિદ્વારમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને... ମୁଖ୍ୟ ନିର୍ବାଚନ ଆୟୁକ୍ତଙ୍କୁ ନେଇ ଗୁରୁତ୍ୱପ... Bigg Boss 13 Launches Instant Prize Co... CEIR પોર્ટલની મદદથી રાજુલા પોલીસે ગુમ... ગાંધીનગરમાં એક્ટિવાને બસની ટક્કર: પતિન... ધ્રોલ નજીક સરકારી ગાડી અને બાઇક વચ્ચે...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

માંગરોળમાં 'હર ઘર રક્તદાતા' થીમ સાથે બાઇક રેલીનું ભવ્ય સ્વાગત

✍️ रिपोर्टर: Gadhiya Sudipbhai 🗓 09 अक्टू. 2026, 05:15 PM 👁 61
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતમાં રક્તદાન ક્ષેત્રે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે 'રક્ત સેવક બાઈક રેલી ગુજરાત ૨૦૨૬' માંગરોળ ખાતે પહોંચી હતી, જ્યાં તેનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું.

રક્તદાન ક્ષેત્રે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે 'રક્ત સેવક બાઈક રેલી ગુજરાત ૨૦૨૬' અંતર્ગત ફેડરેશન ઓફ ગુજરાત બ્લડ બેંકના પ્રમુખ ડો. મનીષ વિદજા પોતાની ટીમ સાથે 'હર ઘર રક્તદાતા' થીમ સાથે માંગરોળ મુકામે પધાર્યા હતા. આ પ્રસંગે માંગરોળની જનતા, રક્તદાતાઓ અને વિવિધ સંગઠનો દ્વારા બાઇક રેલીનું સ્નેહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

રેલી માંગરોળના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી. ત્યારબાદ રેલી કેશોદ જવા માટે વિદાય થઈ હતી. આ યાત્રાનો ઉદ્દેશ્ય રાજ્યભરમાં રક્તદાનના મહત્વ વિશે લોકોને માહિતગાર કરવાનો છે.

આ યાત્રા કુલ પાંચ હજાર કિલોમીટરનો પ્રવાસ કરશે અને ગુજરાતના ૩૪ જિલ્લાઓને આવરી લેશે. આ બાઇક રેલીની શુભ શરૂઆત પહેલી ઓક્ટોબરના રોજ થઈ ચૂકી છે અને તેનું સમાપન એકત્રીસ ઓક્ટોબરના રોજ થશે.
📲Get App