🔥 ट्रेंडिंग राजस्थान: खाद्य सुरक्षा योजना में अपात... Young leader Nikhil Kumaraswami welcom... नवादा: रोह में राजकीय डिग्री कॉलेज की... महाराष्ट्र ने MHT-CET 2027 को कक्षा 12... પોલીસ દ્વારા સાયબર સુરક્ષા અને છેતરપિં... उत्तर प्रदेश से 8 भाजपा और 2 सपा उम्मी...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વૌવા કચ્છ ઘડુલી હાઈવે બન્યો રોડના અસહ્ય ધોવાણ અને બેદરકારીથી અકસ્માતોની વણઝાર, તાત્કાલિક કામગીરી શરૂ કરવા ઉગ્ર માંગ

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 09 अक्टू. 2026, 07:00 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૌવા કચ્છ ઘડુલી હાઈવે બન્યો રોડના અસહ્ય ધોવાણ અને બેદરકારીથી અકસ્માતોની વણઝાર, તાત્કાલિક કામગીરી શરૂ કરવા ઉગ્ર માંગ
​સાંતલપુર
સાંતલપુર વિસ્તારમાંથી પસાર થતો વૌવા થી કચ્છ ઘડુલી તરફ જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત દયનીય અને જોખમી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. આ સિંગલ પટ્ટી રોડ પર વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગની ઘોર બેદરકારીના કારણે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.
​આ રોડની વર્તમાન સ્થિતિ અત્યંત દયનીય છે:
​એક બાજુ ઊંડા ખાડા અને ખોદકામ: રોડની એક બાજુ લાંબો સમયથી રસ્તો ખોદેલો પડ્યો છે, જ્યારે બીજી બાજુ ખેતરો આવેલા છે, જેના કારણે વાહનચાલકોને સાઈડ આપવી પણ મુશ્કેલ બને છે.
​રોજિંદા અકસ્માતો: રોડની સાંકડી પટ્ટી અને અધૂરા તથા ખોવાયેલા કામોના લીધે વાહનચાલકો પટકાઈ રહ્યા છે. થોડા સમય અગાઉ જ વૌવા ગામના એક મહારાજને આ રોડ પર ગંભીર અકસ્માત નડ્યો હતો, અને આજે વધુ એક અકસ્માતમાં ગાયને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
​આ વિસ્તારના રાહદારીઓ, ખેડૂતો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે અંધારા અને અધૂરા રોડના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે.
​સ્થાનિક જનતા અને અગ્રણીઓ દ્વારા સરકાર તથા સંબંધિત તંત્રને ઉગ્ર અપીલ કરવામાં આવે છે કે:
​વૌવા થી કચ્છ ઘડુલી રોડના કામને વહેલી તકે મંજૂર કરી, ડબલ પટ્ટી કે મજબૂત કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે.
​રોડ પરના ખોદાયેલા ભાગને સરખો કરવામાં આવે અથવા તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે જેથી વધુ જાનહાનિ અટકાવી શકાય.
​જો આ મામલે તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
📲Get App