🔥 TRENDING वाराणसी: नेशनल इंटर कॉलेज में स्वास्थ्... ભરૂચ ભાજપ કાર્યાલય પાસે ત્રણ વર્ષથી ગટ... ઝાલોદના મુવાડા ખાતે પોસ્ટ ઓફિસમાં ચોરી... एमपीएससी पेपर फुटीविरोधात आंदोलन आठव्य... પોલીસે જંતર મંતર જઈ રહેલા લોકોને ટ્રેન... यूपी में 2.34 करोड़ उज्ज्वला कार्ड धार...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શામળાજી પોલીસે ૩૮ પેટી વિદેશી દારૂ સાથે રૂ.૬ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 09 Oct 2026, 04:20 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં પ્રોહીબિશનની બદી નાબુદ કરવાના અભિયાન અંતર્ગત શામળાજી પોલીસે એક નંબર વગરની કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩૮ પેટી, જેની કિંમત રૂ. ૩,૦૫,૩૦૪ થાય છે, તે ઝડપી પાડી છે. આ સાથે પોલીસે કાર કબજે કરી કુલ રૂ.૬,૦૫,૩૦૪ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે..

અરવલ્લીના-:
શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. અરવલ્લી જિલ્લામાં પ્રોહીબિશનની બદીને નેસ્તનાબુદ કરવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિર્દેશોના પાલનમાં, શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.માલ અને તેમના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું..

આ દરમિયાન, અણસોલથી શામળાજી તરફના હાઇવે રોડ પર પેટ્રોલિંગ દરમિયાન, પોલીસને એક નંબર વગરની સફેદ કલરની મારુતિ સુઝુકી કે-ટેન અલ્ટો કાર શંકાસ્પદ રીતે આવતી જણાઈ. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતા, ચાલકે કારને સાઈડમાં ઉભી રાખી, કાર બંધ કરી, રેલીંગ કૂદીને સર્વિસ રોડ થઈ શામળવન તરફ ભાગી ગયો હતો. પોલીસ સ્ટાફે તેનો પીછો કર્યો પરંતુ તે પકડાયો ન હતો.ભાગી ગયેલા ચાલકની કારની તલાશી લેતા પોલીસને તેમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૩૮ પેટી મળી આવી હતી. જેમાં બોટલ, ક્વાર્ટર અને બીયર ટીનનો સમાવેશ થાય છે. દારૂનો જથ્થો કુલ ૧૧૭૬ નંગ હતો, જેની કિંમત રૂ. ૩,૦૫,૩૦૪ થાય છે. પોલીસે આ દારૂનો જથ્થો અને દારૂની હેરાફેરીમાં વપરાયેલી મારુતિ સુઝુકી કે-ટેન અલ્ટો કાર (જેની કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ ગણવામાં આવી) મળી કુલ રૂ. ૬,૦૫,૩૦૪ નો મુદ્દામાલ કબજે કર્યો છે..

આ અંગે શામળાજી પોલીસે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભાગી ગયેલા કાર ચાલકનું પૂરું નામ-સરનામું શોધવા માટે તપાસ શરૂ કરી છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.માલ શામળાજી પોલીસ સ્ટેશન,પોલીસ સબ ઇનસ્પેકટર એન.બી.ચૌધરી શામળાજી પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર જેશીગભાઇ શામળાજી પોલીસ સ્ટેશન,ડ્રાઇવર આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ દોલાભાઈ શામળાજી પોલીસ સ્ટેશન.
📲Get App