🔥 TRENDING PM Modi applauds fresh GST reforms to... Akhilesh Yadav visits Ayodhya to court... Uttar Pradesh cabinet to meet today, i... Sikkim to Hold Special Voter Enrolment... Over 17,000 Illegal Drug Capsules, Tab... Sikkim Chief Secretary reviews Phase I...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

નવરાત્રી પહેલા એસ.જી. હાઇવે પર ટ્રાફિક સરળ બનશે: ઇસ્કોન-સાણંદ બ્રિજ નીચેના રસ્તાનું કામ અંતિમ તબક્કામાં..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 09 Oct 2026, 01:04 AM 👁 23
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન એસ.જી. હાઇવે પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ઇસ્કોન બ્રિજથી સાણંદ બ્રિજ નીચેના રસ્તાનું કામ પૂર્ણતાના આરે છે. આ અંગે સંબંધિત વિભાગો દ્વારા સંયુક્ત મુલાકાત યોજાઈ હતી..

અમદાવાદ શહેરમાં નવરાત્રીના તહેવાર દરમિયાન એસ.જી.હાઇવે પર ટ્રાફિકની ભીડને નિયંત્રિત કરવા અને સરળતા લાવવાના પ્રયાસો તેજ બન્યા છે.ઇસ્કોન બ્રિજથી સાણંદ બ્રિજ નીચેના નવા રસ્તાનું નિર્માણ કાર્ય હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા માટે ટ્રાફિક પોલીસ, NHAI,AMC અને Torrent પાવર સહિતના સંલગ્ન વિભાગોના અધિકારીઓએ સંયુક્ત મુલાકાત લીધી હતી..

આ મુલાકાત દરમિયાન YMCA અને કર્ણાવતી ડાયવર્ઝનને બંધ કરીને નવા શરૂ કરાનારા રસ્તા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.આ નવા રસ્તાના નિર્માણથી નવરાત્રી દરમિયાન એસ.જી.હાઇવે પર વાહનવ્યવહાર વધુ સુગમ બનવાની અપેક્ષા છે. ખાસ કરીને જે વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે તેમને ટ્રાફિક જામમાંથી રાહત મળશે અને મુસાફરીનો સમય ઘટશે.
📲Get App