🔥 ट्रेंडिंग बिलौंची में सड़क सुरक्षा की मांग को ले... सभी मकान मालिकों को 24 घंटे पहले सूचना... दुर्गा पूजा को लेकर पुलिस अलर्ट, डीजे... यूपी पुलिस के खिलाड़ियों ने रचा इतिहास... एटा: एसएसपी ने ग्राम चौकीदारों को बांट... कलवा भास्कर नगर में शिव मंदिर के सामने...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જમીનનું સ્વાસ્થ્ય, ખેડૂતોનું કલ્યાણ — બાયો-ઈકોનોમીથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ!

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 09 अक्टू. 2026, 04:29 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જમીનનું સ્વાસ્થ્ય, ખેડૂતોનું કલ્યાણ — બાયો-ઈકોનોમીથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ!

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વૈશ્વિક ખાતર પુરવઠાના પડકારો સામે સ્વદેશી ‘બાયો પ્લાન’ દ્વારા રાજ્યમાં જૈવિક ખાતરો અને જૈવિક જંતુનાશકો માટે સંકલિત બાયોમેન્યુફેક્ચરિંગ હબ વિકસાવવામાં આવશે...

આ પહેલ અંતર્ગત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળના ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM) અને આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) વચ્ચે આજે ભાવનગરમાં કૅબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા શ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં MoU સંપન્ન થશે...

આગામી 5 વર્ષમાં ₹50 કરોડના ખર્ચે આ બાયોમેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ થકી સંશોધન, સ્મોલ-સ્કેલ પ્રોડક્શન, MSMEs અને ખેડૂતોનું એકીકરણ થશે, સૂક્ષ્મજીવોની શોધ, સંશોધન, ઉત્પાદનની ફોર્મ્યુલેશન પ્રક્રિયા, ઉત્પાદન, ખેતરમાં ચકાસણી અને ખેડૂતો દ્વારા તેનો સ્વીકાર—આ તમામ તબક્કાઓને આવરી લેતી સંકલિત વ્યવસ્થા ઊભી કરાશે, જેનાથી પરંપરાગત કૃષિ ઇનપુટ્સ પરની નિર્ભરતા ઘટશે અને ખેતી વધુ ટકાઉ બનશે...
📲Get App