🔥 TRENDING Kulgam Police seized 25 bottle of code... Senior Congress leader and former Amre... Lobbying Intensifies for Nobel Peace P... ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામે ૬૦ વ... Bihar's Economic Offences Unit Raids E... Tractor Hits Bike, Killing 21-Year-Old...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખાંભા તાલુકામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન: ૫૩૮ અરજીઓનો નિકાલ

ખાંભા તાલુકામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન: ૫૩૮ અરજીઓનો નિકાલ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 08 Oct 2026, 09:40 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખાંભા તાલુકામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન: ૫૩૮ અરજીઓનો નિકાલ

ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા અને જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે વૃક્ષારોપણ કર્યું

અમરેલી ૦૭ ઓક્ટોબર
ગુજરાત સરકારના પ્રજાલક્ષી અને લોકાભિમુખ વહીવટી અભિગમ અંતર્ગત અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ મળી રહે તે હેતુથી ‘સેવા સેતુ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓ અને પ્રમાણપત્રો માટે કુલ ૫૩૮ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. વહીવટી તંત્ર તથા વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની સક્રિયતાના કારણે તમામ ૫૩૮ અરજીઓનો સ્થળ પર જ ૧૦૦% નિકાલ કરવામાં આવ્યો હતો અને એકપણ પડતર રાખવામાં આવી ન હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા અને અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામ્ય વિસ્તારમાં હરિયાળી વધારવાનો સુંદર સંદેશ પ્રસરાવ્યો હતો.

મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેવા સેતુ કેમ્પમાં વહીવટી તંત્રના તમામ વિભાગોએ સંકલનમાં રહીને પ્રજાના પ્રશ્નો અને જરૂરિયાતોને પ્રાધાન્ય આપ્યું હતું. ઘરઆંગણે જ વહીવટી પ્રક્રિયા સરળ બનતા અને વરિષ્ઠ અધિકારીઓની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ કામગીરી થતાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

કેમ્પ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા સ્થળ પર જ લોકઉપયોગી સેવાઓ પુરી પાડવામાં આવી હતી, જેમાં પશુપાલન વિભાગ દ્વારા ૨૦૩ પશુઓને ડીવર્મીંગ અને ૨૭ પશુઓને ગાયનેકોલોજીકલ સારવાર અપાઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા ૧૩૮ નાગરિકોની ડાયાબિટીસ-બીપીની તપાસ, ૪૭ લાભાર્થીઓને PMJAY કાર્ડ અને ૧૯ લોકોને મેડિસિન સારવાર આપવામાં આવી હતી.

વધુમાં ઊર્જા વિભાગ દ્વારા નવા ઘરેલુ વીજ જોડાણ અને પીએમ સૂર્ય ઘર યોજનાની ૨૦-૨૦ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જ્યારે આધાર કાર્ડ અપડેશન, રેશનકાર્ડ e-KYC, આવકના દાખલા અને ગંગાસ્વરૂપા આર્થિક સહાય જેવી મહેસૂલ તથા સામાજિક સુરક્ષાની સેવાઓનો પણ નાગરિકોએ બહોળો લાભ લીધો હતો. પારદર્શક વહીવટના સંકલ્પ સાથે સંપન્ન થયેલા આ કાર્યક્રમથી ખાંભાના ગ્રામજનોમાં સંતોષની લાગણી વ્યાપી ગઈ છે.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શિવલાલભાઈ સુદાણી, નાયબ કલેકટર શ્રી અર્પણ ચાવડા, મામલતદાર શ્રી એમ.ડી. ભાલોડી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, બાળ વિકાસ અધિકારી શ્રીમતી દક્ષાબેન ભટ્ટ તેમજ ખાંભા અને ભાણિયા ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App