🔥 TRENDING Afghanistan Cricket Team clinches hist... ગાંધીનગર દ્વારા આયોજિત **‘આયુષ મેળો–૨૦... ಮೈಸೂರು ದಸರಾ ಸಿದ್ಧತೆ ಪರಿಶೀಲಿಸಿದ ಶಾಸಕ ಯತ... गिलास छाप की चुनावी हुंकार! सुरेंद्र प... थाना भवन मेले में धार्मिक स्थल के पास... અરવલ્લી જિલ્લા નાં મોડાસા સર્વોદય હાઈ...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

હિંમતનગરમાં વડાપ્રધાન મોદીની ૨૫ વર્ષની રાજકીય સફર નિમિત્તે ‘સેવા સંકલ્પ જ્યોતિ યાત્રા’

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 08 Oct 2026, 02:04 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે હિંમતનગરમાં ‘સેવા સંકલ્પ જ્યોતિ યાત્રા’ યોજાઈ, જેમાં PM મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનું આહ્વાન કર્યું.

સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને રાજકીય કારકિર્દીના ૨૫ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે ભવ્ય ‘સેવા સંકલ્પ જ્યોતિ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને દેશભરના કાર્યકરો તથા નાગરિકોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ ના સંકલ્પ સાથે કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ગુજરાતથી શરૂ થયેલી પોતાની ૨૫ વર્ષની રાજકીય યાત્રાનું સ્મરણ કરતા કાર્યકરોનો આભાર માન્યો હતો અને "વી વિલ ડુ ઈટ" નો નારો આપીને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વમાં અગ્રેસર અને સંપર્ણ વિકસિત બનાવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.

વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધન બાદ હિંમતનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી મોતીપુરા હાઈવે સુધી મશાલ સાથે એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. દેશભક્તિના ગીતો અને વિજયી સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો અને સંગઠનના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ, સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા તેમજ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને દેશના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
📲Get App