🔥 TRENDING West Bengal Assembly to Consider 'Pasc... Mithun Chakraborty Appointed As Adviso... Bengal Speaker to Rule on 10 Rebel TMC... JD(U) Internal Feud Gives Prashant Kis... IndianOil Officer Stabbed 7 Times Duri... Fadnavis Blames Poor School and Hostel...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

અમદાવાદ બાર કાઉન્સિલના પ્રમુખને વકીલોએ હકાલપટ્ટી કર્યા, ૧૦ તારીખ સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય

✍️ Reporter: Dineshgiri Goshvami 🗓 08 Oct 2026, 09:08 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભદ્ર સિટી કોર્ટ ખાતે વકીલોએ સરકારની લેખિત ખાતરી માંગતાં અમદાવાદ બાર એસોસિયેશનના પ્રમુખને હોદ્દા પરથી દૂર કર્યા અને નવા કાર્યકારી હોદ્દેદારોની નિમણૂક કરી.

ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ અંગે ગઈકાલે સરકાર તરફથી જ્યુડિશિયરીને તેના પાવર પાછા આપવાની ખાતરી અપાતાં ગુજરાત બાર કાઉન્સિલે રાજ્યભરમાં ચાલી રહેલી અચોક્કસ મુદતની હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જેને પગલે આજે ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે યોજાયેલી બેઠકમાં હાજર વકીલોએ ગઈકાલના સમાધાન પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વકીલોએ જણાવ્યું કે, જો સરકારે આ અંગે લેખિતમાં કોઈ ખાતરી આપી હોય તો તે બતાવવામાં આવે અથવા ગઈકાલની કાયદામંત્રી સાથેની બેઠકની મિનિટ્સની નોટ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ મુદ્દે અમદાવાદ બારના હોદ્દેદારો અને વકીલો વચ્ચે ચડભડ શરૂ થઈ હતી અને મામલો વણસ્યો હતો.

વકીલોની ઉગ્ર રજૂઆતો અને તીખા સવાલોને લઈને અમદાવાદ બાર એસોસિયેશનના પ્રમુખ ઉશ્કેરાઈ ગયા હતા અને માઇક ફેંકીને બેઠક છોડી બહાર નીકળી ગયા હતા. પ્રમુખના આ વર્તનથી વકીલો જોરદાર ઉશ્કેરાયા હતા અને જબરદસ્ત હોહા મચાવી હતી. રોષે ભરાયેલા વકીલોએ આવા પ્રમુખને હોદ્દા પરથી દૂર કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા અને હડતાળ ચાલુ રાખવાની માંગણી કરી હતી.

ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ સ્મોલ કોઝ કોર્ટમાં બપોરે ૩:૩૦ વાગ્યે ફરી એકવાર વકીલો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ત્યાં તાત્કાલિક સહી ઝુંબેશ ચલાવીને અમદાવાદ બાર એસોસિયેશનના વર્તમાન પ્રમુખ અને સ્મોલ કોઝ કોર્ટના વર્તમાન પ્રમુખને હોદ્દા પરથી દૂર કરવાનો વકીલોએ એકમતે નિર્ણય કર્યો હતો. વર્તમાન પ્રમુખોની હકાલપટ્ટી કર્યાની બીજી જ મિનિટે અમદાવાદ બાર એસોસિયેશનના કાર્યકારી પ્રમુખ તરીકે વિનોદ દીક્ષિત અને ઉપપ્રમુખ તરીકે આઇ.ડી. પઠાણ અને કલ્પેશ પટેલની જાહેરાત કરાઈ હતી.

આ જ રીતે સ્મોલ કોઝ કોર્ટ્સ બાર એસોસિયેશનના પ્રમુખને પણ તાત્કાલિક બરખાસ્ત કરી તેમના સ્થાને સી.એમ. વિરમગામીને કાર્યકારી પ્રમુખ તરીકે ઘોષિત કરાયા હતા. વકીલોએ બંને બારના પ્રમુખોને હટાવી નવા હોદ્દેદારોની નિમણૂક કરી હતી અને ૧૦ તારીખ સુધી હડતાળ ચાલુ રાખવાનો એલાન કર્યો છે.
📲Get App