🔥 TRENDING காரைக்குடியில் போதை ஒழிப்பு விழிப்புணர... सीधी शहर के सराफा बाज़ार में नगर पालिका... Demand To Reinclude Ganadhala Somanama... शिक्षा मंत्री के सम्मान पर सवाल: भिवान... सीकर: 18-19 आयु वर्ग के नव मतदाताओं के... Varun Sandesh & Shweta Basu Prasad's '...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાવરકુંડલા સ્ટેટ હાઈવે: રૂ. ૧૨ કરોડના ખર્ચે બનેલો રસ્તો એક વર્ષમાં જ બિસ્માર
Local

સાવરકુંડલા સ્ટેટ હાઈવે: રૂ. ૧૨ કરોડના ખર્ચે બનેલો રસ્તો એક વર્ષમાં જ બિસ્માર

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 08 Oct 2026, 11:40 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલામાંથી પસાર થતો રૂ. ૧૨ કરોડના ખર્ચે નિર્માણાધીન સ્ટેટ હાઈવે કામ પૂર્ણ થયાના એક વર્ષમાં જ બિસ્માર બન્યો છે. સ્થાનિકો દ્વારા રસ્તાની ગુણવત્તા સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

સાવરકુંડલામાંથી પસાર થતો મહત્વનો સ્ટેટ હાઈવે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સાવરકુંડલા શહેરના મધ્યમાંથી પસાર થતો અને ઉના, સોમનાથ, મહુવા, ખાંભા, રાજુલા તથા પીપાવાવ પોર્ટ જેવા મહત્વના વિસ્તારોને જોડતો આ માર્ગ કરોડોના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

જોકે, માર્ગનું કામ પૂર્ણ થયાને એક વર્ષ જેટલો સમય થવા છતાં રસ્તાની હાલત બિસ્માર બનવા લાગી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સાવરકુંડલામાંથી પસાર થતા આશરે પાંચ કિલોમીટર લાંબા માર્ગના કામને પૂર્ણ કરવામાં એક વર્ષથી વધુ સમય લાગી ગયો હોવા છતાં કામગીરી હજુ પણ અધૂરી હોવાનું જણાય છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તો જેમ જેમ આગળ બનાવવામાં આવે છે તેમ તેમ અગાઉ બનાવેલા ભાગમાં ખાડા પડવા લાગે છે અને ડામર ઉખડી જાય છે. આથી માર્ગની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે તાજેતરમાં બનાવવામાં આવેલા રસ્તામાં જ અનેક સ્થળોએ ખાડા પડી જતાં હવે પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App